Monday, October 25, 2021
Homeકોરોના સામે જંગ : કોરોના પોઝિટિવ દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડાશે, કોરોનાને...
Array

કોરોના સામે જંગ : કોરોના પોઝિટિવ દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડાશે, કોરોનાને માત આપનાર કોવિડ વોલેન્ટિયર તરીકે જોડાશે

અમદાવાદ. WHO અને ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ હવે કોરોના પોઝિટિવના દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવશે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓને એસવીપી કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ખસેડાતા  હતા. જ્યારે નહેરાએ મહત્વની જાહેરાત કરી હતી કે કે કોરોનાને જેમણે હરાવ્યા છે એ કોરોના બીટર્સ કોવિડ કેસ સેન્ટરમાં કોવિડ વોલેન્ટિયર તરીકે સેવા આપી શકશે.

વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે,પોઝિટિવ કેસ આવતા હતા તે svp કે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા હતા પરંતુ હવે who અને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઈ રહી છે. ત્યાં 24 કલાક સ્ટાફ અને એમ્બ્યુલન્સ હાજર રહેશે. કોઈ તકલીફ થાય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 18થી 60 વર્ષની ઉંમરનાને કોવિડ કેર સેન્ટરમાં મુકાશે.  કોવિડ મેડિકલ સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે જેમાં ઓક્સિજન સપોર્ટની જરૂર હોય તેવા લોકોને રાખવામાં આવશે. જે લોકો સાજા થઈને ગયા છે એવા લોકો જે કોરોના બીટર્સ છે તેમનો સંપર્ક કર્યો છે. તેઓ હવે કોવિડ કેર સેન્ટરમાં કોવિડ વોલેન્ટિયર તરીકે સેવા કરી શકે છે.

વિજય નહેરાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત 10 લોકો સાજા થયા છે. સર્વે અને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 1059 સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી છે. 3637 જેટલા સેમ્પલ ચાર દિવસથી લીધા છે. કુલ 4696 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્રણ દિવસ પહેલા બફર ઝોન જાહેર કરી કોરોના ચેકપોસ્ટ બનાવી છે. 13 ચેકપોસ્ટમાં 24 કલાકમાં 26000 ચેક કર્યા છે.  જેમાં 39 લોકોને દવાખાનામાં મોકલ્યા છે. શહેરના તમામ ઝોનમાં ગીચ અને ઝૂંપડપટ્ટીમાં સર્વે કર્યો છે. 1.17 લાખ ઘરનું સર્વે કર્યો છે. 5 લાખ વસ્તીને આવરી લીધી છે. 678 જેટલી ટીમો ત્યાંથી સેમ્પલ લેવાયા છે.

પોઝિટિવ કેસો જે નોંધાયા છે તેમના કોન્ટેક શોધી ક્વોરન્ટીન કરવામાં આવે છે. 1774 લોકો ક્વોરન્ટીનમાં છે. દાણીલીમડા અને કોટ વિસ્તારમાં જે સેમ્પલ લીધા છે તેમાં સારું પરિણામ મળ્યા છે.  શહેરના તમામ વિસ્તારમાંથી કેસો સામે આવે છે. કોટ વિસ્તારમાં જે વ્યક્તિ બહાર નીકળે છે તેમના જીવનને જોખમ છે. બિનજરૂરી ઘરની બહાર ન નીકળે, લોકો ઘરમાં રહે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments