Zomato કંપનીમાં કોસ્ટ કટિંગ, 100 કર્મચારીઓએ ગુમાવી નોકરી

0
42

નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2019, રવિવાર

ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોના 100 જેટલા કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી છે. કંપનીએ કોસ્ટ કટિંગના ભાગરુપે આ પગલું ભર્યું છે. કંપનીની ગુડગાવ ઓફિસની કસ્ટમર સપોર્ટ ટીમમાંથી કર્મચારીઓને કાઢવામાં આવ્યા છે. કંપની બિનજરૂરી વર્કફોર્સ દૂર કરવા ઈચ્છે છે તેથી આ કામ કર્યું છે.

કંપનીના પ્રવક્તાના જણાવ્યાનુસાર છેલ્લા કેટલાક મહિનાથી કંપનીની સર્વિસ ક્વોલિટી સુધરી છે અને ઓર્ડર માટે સપોર્ટની જરૂર ઘટી છે. કામ અને વર્કફોર્સમાં ઘણું અંતર વધ્યું છે. કસ્ટમર સપોર્ટ વિભાગમાં વર્કફોર્સ જરૂર કરતા વધારે હોવાથી કંપનીએ આ નિર્ણય કર્યો છે.

જો કે અંદરખાને ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે કંપની પોતાની કસ્ટમર સર્વિસને બેકએન્ડમાં ઓટોમેટિક કરી રહી છે.ઝોમેટોને દરેક ઓર્ડર પર કસ્ટમર સપોર્ટ માટે 4થી 5 રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેવામાં કંપની હ્યૂમન રિસોર્સ પર ખર્ચ કરવા ઈચ્છતી નથી. આ કારણે તે કર્મચારીઓને ઘટાડી રહ્યા છે.

એક સર્વે અનુસાર દેશમાં ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગનું માર્કેટ 2023 સુધીમાં 17 બિલિયન ડોલરનું થઈ જશે. આ માર્કેટમાં 16 ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. નિષ્ણાંતોના અનુમાન અનુસાર સ્વીગી અને ઝોમેટો બંને મહિનામાં 50 મિલિયન ડોલરનો ખર્ચ કરે છે. તેની સામે ઝોમેટોને દર મહિને 40 મિલિયન ઓર્ડર મળે છે જ્યારે સ્વીગીને 30 મિલિયન ઓર્ડર મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here