કાઉન્સિલર ફાયરીંગ કેસ : ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામા ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસના રિમાન્ડની માંગ કરી શકે

0
0

કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને ટ્રાન્ઝીસ્ટ વોરંટથી ગુજરાતમાં લાવ્યા બાદ બોરસદના અપક્ષ કાઉન્સિલર ઉપર ફાયરીંગના કેસમાં તેને બોરસદ કોર્ટમાં રજૂ કરાયો હતો. 45 મીનીટ જેટલો સમય સુનાવણી ચાલ્યા બાદ કોર્ટે તેને મંગળવારે સાંજે 6.00 વાગ્યા પહેલાં કોર્ટમાં રજૂ કરવાનું જણાવ્યું હતું. જેથી આજે સાંજે 6.00 વાગ્યે કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાંચ બોરસદ ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામા ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે.

આણંદ જિલ્લામાં આ ફાયરીંગ કાંડ પછી રવિ પુજારીએ તેના સાગરીતો દ્વારા આણંદ જિલ્લામાં કેટલાક પ્રતિષ્ઠિત બિલ્ડરો અને રાજકારણી તેમજ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને ટાર્ગેટ કરી ખંડણી માગી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. જે બાબતેની તેની વધુ તપાસ કરવા પોલીસ દ્વારા રવિ પુજારીના રીમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરાઇ છે. જે થકી આણંદ જિલ્લામાં તેને તેના સાગરીતો અને તેને ઉઘરાવેલી ખંડણી બાબતનું માહિતી પ્રાપ્ત કરી શકાય.

વિશેષ સુરક્ષા બખ્તરબંધ વાહનમાં હેઠળ ગેંગસ્ટર રવિ પુજારીને લઈ જવામાં આવે છે.
વિશેષ સુરક્ષા બખ્તરબંધ વાહનમાં હેઠળ ગેંગસ્ટર રવિ પુજારીને લઈ જવામાં આવે છે.

13 જાન્યુઆરી 2017ના રોજ અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ ઉપર અજાણ્યા શખ્સોએ ધડાધડ ફાયરીંગની ઘટનાએ આણંદમાં ચકચાર મચાવી હતી. આ ઘટનામાં ગેંગસ્ટરની ભૂમિકા હોઇ એટીએસને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ઇન્વેસ્ટીગેશન એજન્સીઓ કામે લાગી ગઇ હતી. જે બાદ આ કેસમાં સંડોવાયેલા શાર્પશૂટર સુરેશ પીલ્લાઇ અને શબ્બીર મોમીનની ધરપકડ થઇ હતી અને તેમાં બોરસદના ચંદ્રેશ પટેલનું નામ ખુલતાં તેની થાઇલેન્ડથી ધરપકડ થઇ હતી. જે બાદ ચંદ્રેશની તપાસમાં અન્ય નામ ખુલતાં ઘનશ્યામગીરી અને શ્યામગીરી ગોસ્વામીની ધરપકડ થઇ હતી.

આ ઉપરાંત આ કાંડમાં કોઇ નાણાંકિય લેવડદેવડ માટે ચંદ્રેશે તેના મિત્રો પાસેથી રકમ લીધી હતી. જેમાં દુષ્યંત પટેલ, હર્ષદ પટેલ અને મિતેશ પટેલના પણ નામો ખુલ્યાં હતાં. આમ બોરસદ ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામા કુલ 8 આરોપી ઝડપાયા હતા, માત્ર રવિ પુજારીની ધરપકડ બાકી હતી. ત્યારબાદ પોલીસ દેશ અને રાજ્યના અનેક ગુનાઓમાં કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને ઝડપવા સક્રિય હતી. જે દરમિયાન 21 જાન્યુઆરી, 2019માં બેંગાલુરુ પોલીસે પશ્ચિમ આફ્રિકાથી રવિ પૂજારીને ઝડપ્યો હતો. સેનેગલમાં એન્ટોની ફર્નાડિસના નામથી રહેતો હતો રવિ પૂજારી પૂજારી પાસે બુર્કિનો ફાસોનો પાસપોર્ટ પણ હતો. સૌથી વધુ કેસ કર્ણાટકના હોવાથી રવિ પૂજારીની કસ્ટડી કર્ણાટક પોલીસે લીધી હતી.

અંડરવર્લ્ડના ગેંગસ્ટર રવિ પુજારીને બેંગ્લોરથી અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની લાવી દીધો છે. રવિ પુજારીની બોરસદ ખંડણી કેસમાં ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડી મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત 2017માં અપક્ષ કાઉન્સિલર પર ફાયરિંગનો કેસમાં બોરસદ કોર્ટમાં સોમવારે રાત્રે 10.00 વાગે હાજર કરાયો હતો. જેની સુનાવણી 45 મિનીટ સુધી ચાલી હતી. જે બાદ વધુ ઉલટ તપાસ અને અન્ય કાર્યવાહી અર્થે તેને મંગળવારે સાંજે છ વાગ્યા પહેલાં બોરસદ કોર્ટમાં હાજર કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બોરસદ કોર્ટે જણાવ્યું હતું.

મહત્વનું છે કે, અત્યાર સુધી રાજ્યમાં તેના વિરુદ્ધ 30 જેટલી ફરિયાદો દાખલ છે. જેમાં બોરસદ કેસની તપાસ હાથ ધરાયા બાદ અન્ય કેસોની તપાસ થઇ શકે તેવું જાણવા મળ્યું છે.કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને આજે બોરસદ કોર્ટમા રજૂ કરવામા આવશે. ક્રાઇમ બ્રાંચ બોરસદ ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામા ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે.

મહત્વનું છે કે, રવિ પુજારી આ ઘટના બન્યા બાદ પિક્ચરમાં આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે. સુરેશ પીલ્લાઇ તેનો સાગરીત હોઇ અને આણંદમાં આ ઘટના બાદ મોટી દહેશત ફેલાઇ હતી. જે બાદ રવિ પુજારીએ આ દહેશતનો લાભ લેવા આણંદના આંકલાવના ધારાસભ્ય અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ધમકી આપ્યાનો પણ આરોપ છે. આ સિવાય આણંદના બિલ્ડર અરવિંદ પટેલ, જીસીએમએફના એમડી આર. એસ. સોઢી સહિત આણંદના અન્ય પ્રતિષ્ઠિત રાજકારણીઓ, ઇન્ડ્રસ્ટ્રીયાલિસ્ટ અને બિલ્ડરો પાસે ખંડણી વસુલી કરી હોવાની વિગતો પણ ખુબ ચગી હતી. જોકે, કોર્ટ આજે તેને કેટલા દિવસના રિમાન્ડ આપે છે અને આ દરમિયાન પોલીસ તેની પાસેથી કેટલી વિગતો કઢાવી શકે છે તે હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

પ્રતિષ્ઠિત અને ધનવાનોને ડરાવી-ધમકાવીને ખંડણી ઉઘરાવતો ડોન રવિ પુજારી ભારત સંકજો કસાતાં દેશ છોડી વિદેશ ભાગી ગયો હતો. જોકે, ત્યાં તેના ગેંગના સાગરીતોના માધ્યમથી અહીંયાં સક્રિય જ હતો અને ખંડણી અને મોતનો કારોબાર તો કરતો જ હતો.

રવિ પૂજારી વિદેશ ભાગી ગયા બાદ સેનેગલમાં રહેવા લાગ્યો હતો અને ત્યા એક રેસ્ટોરન્ટ ચલાવતો હતો. જોકે, કુખ્યાત રવિ પુજારીની ધરપકડ આફ્રિકાથી કરવામાં આવી હતી. હાલમાં છેલ્લે તે મહારાષ્ટ્રની જેલમાં બંધ રાખવામાં આવ્યો હતો. બાદમાં બેંગ્લોર ટ્રાન્સફર વોરન્ટ આધારે લઇ ગયા હતા જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ લવાયો હતો. જેને આજે સાંજે છ વાગ્યે બોરસદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here