હૈદરાબાદ નગર નિગમ(GHMC) ની ચૂંટણીની મતગણતરી : રુઝાનોમાં ભાજપને 85 સીટ પર બહુમતી : ઓવૈસીની પાર્ટી પાછળ.

0
6

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ(GHMC)ની ચૂંટણીની મતગણતરી ચાલુ છે. અત્યારસુધીના રુઝાનોમાં ભાજપ 50 અને સત્તાધારી તેલંગાણા રાષ્ટ્રવાદી સમિતિ(TRS) 7 સીટ પર આગળ છે. અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમિન(AIMIM) હાલ 7 સીટ પર આગળ છે. 1 ડિસેમ્બરના રોજ આ માટે વોટિંગ થયું હતું.

GHMCના 150 વોર્ડ પર 1,122 ઉમેદવાર મેદાનમાં છે. નગર નિગમ ચૂંટણી એટલા માટે પણ ખાસ છે કે ભાજપે ચૂંટણીમાં પોતાની સમગ્ર તાકાત લગાવી દીધી હતી.

2016માં ભાજપને મળી હતી 3 સીટ

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 44 વોર્ડમાં જીત મળી હતી. ભાજપે માત્ર 3 અને કોંગ્રેસને 2 વોર્ડમાં જીત મળી હતી. ગ્રેટર હૈદરાબાદ અને જૂના હૈદારાબાદના નિગમ પર મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ(KCR) અને ઓવેસીએ કબજો જમાવ્યો હતો.

ભાજપ તરફથી શાહે મોર્ચો સંભાળ્યો હતો

ગૃહમંત્રી અમિત શાહ 29 નવેમ્બરે હૈદરાબાદ પહોંચ્યા હતા. તેમણે સિકંદરાબાદમાં રોડ શો કર્યો હતો. એ પછી તેમણે પ્રેસ-કોન્ફરન્સ કરી TRS સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો. શાહે કહ્યું- ચંદ્રશેખર રાવ(KCR)જીને પૂછવા માગું છું કે તમે ઓવૈસીની પાર્ટી સાથે કરાર કરો છે, તેમાં અમને કોઈ વાંધો નથી. લોકશાહીમાં કોઈપણ પાર્ટી સાથે કરાર કે ગઠબંધન કરી શકાય છે. સમસ્યા એ છે કે તમે એક રૂમમાં ઈલુ-ઈલુ કરીને સીટો વહેંચી લીધી.

ઓવૈસી તરફથી ગેરકાયદે મુસ્લિમોને શહેરમાં થનારા સવાલ પર શાહે કહ્યું ,જ્યારે હું એક્શન લઉં છું, તો તેઓ સંસદમાં બબાલ કરે છે. તેમને કહો કે મને લખીને આપે કે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને બહાર કાઢવા જોઈએ.

આ વખતે 50 ટકા વોટિંગ ન થયું

આ વખતે GHMC ચૂંટણીમાં 46.55 ટકા વોટિંગ થયું. 2009માં 42.04 ટકા, જ્યારે 2016ની ચૂંટણીમાં 45.29 ટકા લોકોએ વોટિંગ કર્યું. જોકે અગાઉની 2 ચૂંટણીથી વધુ આ વખતે મતદાન થયું.

GHMCમાં 24 વિધાનસભા, 5 લોકસભા સીટ

GHMC દેશની સૌથી મોટી નગર નિગમોમાંથી એક છે. આ નગર નિગમ 4 જિલ્લામાં છે, જેમાં હૈદરાબાદ, મેડચલ-મલકાજગિરી, રંગારેડ્ડી અને સંગારેડ્ડી સામેલ છે. સમગ્ર વિસ્તારમાં 24 વિધાનસભા ક્ષેત્ર સામેલ છે, જ્યારે તેલંગાણાની 5 સીટ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here