મતગણતરીની તૈયારીઓ : ચૂંટણી પંચે મતના કાઉન્ટિંગ માટે 8 સ્થળ જાહેર કર્યા, 4 બેઠક પર સ્થાનિક અને 4 જિલ્લા હેડક્વાર્ટરે મતગણતરી થશે

0
13

  • ડાંગ, મોરબી સહિતની 4 બેઠકો પર જિલ્લા કક્ષાએ અને 4 બેઠકોનું સ્થાનિક કક્ષાએ મતગણતરી થશે

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી . તમામ 8 બેઠક પર કુલ સરેરાશ 58 મતદાન થયું હતું. ત્યારે હવે મત ગણતરીની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી છે અને મત ગણતરીના સ્થળોની જાહેરાત કરી છે. જેમાં જે આઠ બેઠકોની પેટાચૂંટણી થઈ છે તે પૈકીની 4 જગ્યાએ સ્થાનિક કક્ષાએ અને 4 સ્થળોએ જિલ્લા કક્ષાએ મતગણતરી થશે. જેમાં મોરબી પણ સામેલ છે. 3જીએ યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 74.71 ટકા અને સૌથી ઓછું ધારી બેઠક પર 45.74 ટકા મતદાન થયું હતું.

કયા સેન્ટરો પર મતગણતરી થશે

બેઠક મત ગણતરી
અબડાસા ગર્વન્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજ
લીંબડી M P શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર
મોરબી ગર્વન્મેન્ટ પોલિટેક્નિક કોલેજ મોરબી
ધારી શ્રી યોગીજી મહારાજ મહિલા કોલેજ, ધારી
ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ,ગઢડા
કરજણ પોલિટેક્નિક કોલેજ શાસ્ત્રીબ્રિજ પાસે સયાજીગંજ, વડોદરા
ડાંગ ગર્વન્મેન્ટ સાયન્સ કોલેજ આહવા
કપરાડા ગર્વન્મેન્ટ આર્ટ્સ કોલેજ કપરાડા

 

ચૂંટણીપંચ દ્વારા મતગણતરી માટે પૂરતી તૈયારી કરી લીધી
3જી નવેમ્બરે યોજાયેલી ચૂંટણી બાદ 10 નવેમ્બરે મતગણતરી યોજાવા જઈ રહી છે. ત્યારે તેની તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ચાર બેઠક પર સ્થાનિક કક્ષાએ તેમજ ચાર બેઠક પર જિલ્લા હેડક્વાર્ટર ખાતે મતગણતરી યોજાશે. જ્યારે પેટાચૂંટણી યોજાઈ તેવી મોરબી અને ડાંગ બેઠક પણ જિલ્લા હેડક્વાર્ટર છે એટલે તેના સહિત અબડાસા, લીંબડી, ગઢડા અને ધારીમાં પણ સ્થાનિક કક્ષાએ મતગણતરી થશે. જેને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

8 બેઠક પર કોંગી ધારાસભ્યોએ રાજીનામાં ધરતાં પેટાચૂંટણી યોજાઈ હતી
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ જાડેજા, જે.વી. કાકડિયા, પ્રવીણ મારૂ, મંગળ ગાવિત, સોમા પટેલે રાજીનામા આપ્યાં હતાં. ત્યારબાદ જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જિતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે પેટાચૂંટણી યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here