ઉન્નાવ દુષ્કર્મ કેસના પાપીઓ પર કોર્ટ આવતીકાલે ચૂકાદો સંભળાવે તેવી શક્યતા

0
8

ઉત્તર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દિલ્હીની કોર્ટ સોમવારે ચુકાદો સંભળાવી શકે છે. આ કેસમાં ભાજપમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગર મુખ્ય આરોપી છે. તેમના સાથી શશિ સિંહ સામે પણ કોર્ટે આરોપ ઘડ્યા છે. સેંગર પર 2017માં 17 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મનો આરોપ છે.

સીબીઆઇ અને આરોપી તરફથી અંતિમ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 16 ડિસેમ્બર સુધી પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આરોપીઓ વિરૂદ્ધ પોક્સો સહિત કલમો હોઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લખનઉની કોર્ટે આ કેસને દિલ્હી ટ્રાન્સફર કર્યો હતો અને જજ ધર્મેશ શર્માએ 5 ઓગસ્ટથી મામલાની સુનાવણી શરૂ કરી હતી.

યુપીના ઉન્નાવ જિલ્લાના ભાજપના ચાર વખતના ધારાસભ્ય સેંગર સામે પોક્સો સહિત ગુનાહિત ષડયંત્ર, અપહરણ, શારીરિક સંબંધ બનાવવા માટે મહિલાનુ અપહરણ અને તેના પર અત્યાર, દુષ્કર્મ અને અન્ય કલમો હોઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. આ મામલો 2018માં પ્રકાશમાં ત્યારે આવ્યો જ્યારે પીડિતાના પિતાનું કસ્ટડીમાં મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here