એર એશિયા ઇન્ડિયાના મની લોન્ડરિંગ કેસમાં અધિકારીઓ સામે તપાસનો આદેશ આપતી કોર્ટ

0
16

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં એર એશિયા ઇન્ડિયાના કેટલાક અધિકારીઓ સામે તેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ગુરુવારે નિર્દેશ આપ્યો છે.

ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ એરલાઇનના ફ્લાઇટ લાઇસન્સને કોર્ટમાં પડકાર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ સી હરી શંકરની ખંડપીઠે ફ્લાઇટ લાઇસન્સ અને વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી) દ્વારા એર એશિયાને આપવામાં આવેલી મંજૂરીને પડકારતી સ્વામીની અરજીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ને એક પક્ષ બનાવ્યો છે.

કોર્ટે તપાસ એજન્સીને સુનાવણીની આગામી તારીખ 14 મેના રોજ સીલબંધ પરબિડીયામાં તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. સ્વામીએ અગાઉ કોર્ટને વિનંતી કરી હતી કે તે ઈડીને તેની તપાસ સંબંધિત રિપોર્ટ માંગે. ગયા વર્ષે જુલાઇમાં તેમણે વિમાની કંપનીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી માટેની અરજી પર સ્ટે મુકવાની માંગણી કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

પોતાની મુખ્ય અરજીમાં સ્વામીએ દલીલ કરી હતી કે વિમાન કંપનીને ફ્લાઇટનો અધિકાર આપવો એ વિદેશી રોકાણો અંગે નિયમ સરકારની નીતિનું ઉલ્લંઘન છે. કેન્દ્રએ એ નકારી કાઢ્યુ હતું કે એર એશિયા (ભારત) પ્રાઇવેટ લિમિટેડને મંજૂરી આપવા માટે એફડીઆઈના નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here