સુનાવણી : અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધના ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કોર્ટની રોક

0
0

અમેરિકાની એક સંઘીય કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાઈનીઝ શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોકને પ્રતિબંધિત કરવાના આદેશ પર અસ્થાઈ રોક લગાવી દીધી છે. એપલ અને ગૂગલ એપસ્ટોર પરથી ટિકટોને હટાવવા માટે ટ્રમ્પ સરકારનો આ આદેશ રવિવારે રાત્રે 12 વાગ્યાથી અમલી થવાનો હતો. તેનાથી અમુક કલાક પહેલાં જ કોર્ટે ટિકટોકને આ રાહત આપી હતી.

વોશિંગ્ટન સ્થિત અમેરિકી ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સની કોર્ટમાં 90 મિનિટ સુધી ચાલેલી સુનાવણી દરમિયાન ટિકટોકના વકીલે કહ્યું કે પ્રતિબંધ તર્કહીન છે. તેમણે દલીલ કરી કે ટ્રમ્પ દ્વારા એપ પર પ્રતિબંધ મૂકવો એ વાણીસ્વતંત્રતા અને યોગ્ય પ્રક્રિયાના અધિકારનો ભંગ છે. જો પ્રતિબંધ લાગુ થશે તો ન તો નવા યુઝર તેને ડાઉનલોડ કરી શકશે અને ન તો જૂના યુઝર તેને અપડેટ કરી શકશે.

તેના પછી કોર્ટે આદેશમાં કહ્યું કે ટિકટોક એપસ્ટોર પ્રતિબંધને અમલી થતા રોકવા માટે એક આદેશ જારી કરે છે. જજ કાર્લ નિકોલ્સને ગત વર્ષે ટ્રમ્પે જ નોમિનેટ કર્યા હતા. જોકે જજે અમેરિકી વાણિજ્ય વિભાગ દ્વારા આગામી 12 નવેમ્બરથી લગાવવામાં આવનારા અન્ય પ્રતિબંધો પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો.

વીચેટના પ્રતિબંધ પર પણ રોક લાગી શકે છે

અગાઉ એક અન્ય અમેરિકી કોર્ટે ચીનની મેસેજિંગ એપ વીચેટ પર પ્રતિબંધના નિર્ણય પર રોક લગાવી હતી. ટ્રમ્પ સરકારે 6 ઓગસ્ટે વીચેટ પર પ્રતિબંધ સંબંધિત એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here