Monday, October 25, 2021
Homeગુજરત-બસ સ્ટેશન પર બેસવા જેવી બાબતે બોલાચાલી થતા પિતરાઇ ભાઈએ જ ભાઈ...
Array

ગુજરત-બસ સ્ટેશન પર બેસવા જેવી બાબતે બોલાચાલી થતા પિતરાઇ ભાઈએ જ ભાઈ પર ફાયરિંગ કર્યું

સીએન 24, ગુજરત

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ક્રાઇમની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે લૂંટફાટ મારામારી જેવી ઘટનાઓમાં લોકડાઉન વચ્ચે પણ વધારો થઇ રહ્યો છે ત્યારે એક ભાઈએ બીજા પિતરાઇ ભાઇ પર જ ફાયરિંગ કરીને હુમલો કર્યો હોવાની ઘટના ભચાઉ તાલુકામાં સામે આવી છે. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે ફાયરિંગ કરનાર આરોપી સામે ગુનો દાખલ કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, મહત્ત્વની વાત એ છે કે, બંને ભાઈઓ વચ્ચે બસ સ્ટેશન પર બેસવા જેવી નાની બાબતે થયેલી બોલાચાલીમાં થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયરિંગની ઘટના સામે આવી હતી.

રિપોર્ટ અનુસાર ભચાઉ તાલુકામાં આવેલા જડસા ગામમાં રહેતો હરેશ કોળી નામનો યુવક સવારના સમયે બસ સ્ટેન્ડ પાસે બેઠો હતો. તે સમયે તેનો પિતરાઇ ભાઇ રમેશ બસ સ્ટેન્ડ નજીક આવ્યો હતો અને તેને હરેશને કહ્યું હતું કે, તું કેમ અહીં બસ સ્ટેન્ડ પર બેઠો છે. બસ સ્ટેન્ડ પર બેસવા બાબતે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઇ હતી અને જોતજોતામાં બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બોલચાલીમાં ઉગ્ર બનેલા રમેશે તેના પિતરાઈ ભાઈ હરેશ કોળી પર તેની પાસે રહેલા દેશી તમંચા વડે ફાયરીંગ કરી દીધું હતું અને ત્યારબાદ રમેશ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાને પગલે આસપાસ રહેલા લોકોએ હરેશને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડયો હતો તો બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને આરોપી રમેશને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રમેશે આ કોઈ પહેલીવાર ગુનાહિત પ્રવૃતિ કરી નથી કરી પરંતુ અગાઉ પણ તેની સામે ગંભીર ગુનાઓ પોલીસના ચોપડે નોંધાઈ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન વચ્ચે પણ હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. તાજેતરમાં કચ્છના રાપરમાં પણ જૂથ અથડામણની ઘટનામાં એક જૂથના પાંચ લોકોની હત્યા થઈ હતી. જેમાં પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ પણ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments