Monday, October 18, 2021
Homeદુષ્કર્મ : વરેલીમાં ઘરમાં રહેતા પિતરાઈ સગીર ભાઈએ જ 2 વર્ષની બહેનને...
Array

દુષ્કર્મ : વરેલીમાં ઘરમાં રહેતા પિતરાઈ સગીર ભાઈએ જ 2 વર્ષની બહેનને પીંખી નાખી, બાળકી સિવિલમાં

સુરતઃ વરેલી ગામમાં પરપ્રાંતિય વિસ્તારમાં માતા પાડોશમાં બેસવા ગઈ હતી, ત્યારે 2 વર્ષની બાળકી પર પોતાના જ 15 વર્ષીય પિતરાઈ ભાઈએ બળાત્કાર કરવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ છે. બાળકીને તપાસ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બાળકીનો રડવાનો અવાજ આવતા માતા દોડી આવી

મૂળ બિહાર અને હાલ પલસાણા તાલુકાના વરેલી ગામમાં એક એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતું પરિવાર મિલમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં કુલ 5 વ્યકિત રહે છે. જેમાં પરિવારના મોભી અને તેની પત્ની અને બે બાળકો અને સગીર ભત્રીજો મળી કુલ 5 જણા રહે છે. રવિવારની મોડી સાંજે બાળકીની માતા પોતાના સગીર ભત્રીજાને બાળકી સોંપી બાજુના રૂમ બેસવા માટે ગઈ હતી. ત્યારે બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો. માતા દોડતી પોતાની રૂમમાં આવી ગઈ હતી. માતાએ બાળકીના પહેરેલા કપડાં અસ્ત વ્યસ્ત દેખાતા શંકા ગઈ હતી. જે આધારે બાળકીની માતાએ ભત્રીજાના કપડાં ઉતરાવી ગુપ્ત ભાગ ચેક કરતા ત્યાં લોહીના ડાઘ મળી આવ્યા હતા. જેથી બાળકીની માતાએ પતિને વાત કરી હતી.

પોલીસે સગીર પિતરાઈ ભાઇની પૂછપરછ હાથ ધરી

સમગ્ર મામલે કડોદરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તાત્કાલિક રાત્રે બાળકીને સુરત સ્મીમેરમાં તપાસ અર્થે મોકલી આપી હતી. પોલીસે બાળકીના સગીર પિતરાઈ ભાઇની પૂછપરછ હાથ ધરી છે.

50 મીટરના અંતરે 2019માં પણ એક બાળકી પીંખાઈ હતી

આ ઘટના સ્થળના 50 મીટરના અંતરે માર્ચ 2019માં સાત વર્ષની બાળકીને લલચાવી ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ કરાયું હતું. ઘટના બાદ 24 કલાકમાં પોલીસે આખું વરેલી ગામ ખૂંદી વળી બળાત્કારી નરાધમની ધરપકડ કરી હતી.

ચલથાણમાં બળાત્કાર અને હત્યાનો કેસ હજુ વણઉકેલ્યો

કડોદરા, વરેલી સહિતના ગામના પરપ્રાંતિય વિસ્તારમાં બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે. ચલથાણની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરવામાં આવી હતી, જે ગુનો આજ દિન સુધી પણ ઉકેલાયો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments