કોરોના દેશમાં : 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો પર પણ કોવેક્સિનની ટ્રાયલ થશે : ભારત બાયોટેકને મંજૂરી મળી

0
3

સ્વદેશી કોરોના વેક્સીન “કોવેક્સીન”નો ટ્રાયલ હવે 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો પર પણ થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ માટે ભારત બાયોટેકને મંજૂરી આપી દીધી છે. કોવેક્સીન અત્યારે ત્રીજા તબક્કાના ટ્રાયલ ફેઝમાં છે. ગત રાઉન્ડમાં પણ 12 વર્ષથી વધારે ઉંમરના કેટલાક બાળકો પર તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વેક્સીન સંપૂર્ણપણે સલામત હોવાની માહિતી મળી હતી.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ટૂંક સમયમાં વેક્સીનેશન શરૂ થઈ જશે. અત્યારે ફક્ત ઉંમરલાયક લોકોને જ વેક્સીન આપવામાં આવશે. જોકે વેક્સીનેશનના આ ટ્રાયલ બાદ જો સારા પરિણામ મળશે તો ભવિષ્યમાં બાળકોનું પણ વેક્સીનેશન શક્ય બનશે. 3 જાન્યુઆરીના રોજ DCGIએ ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવીશીલ્ડના ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી હતી.

કોવેક્સીન અને કોવીશીલ્ડ 100 ટકા સુરક્ષિત

DCGIએ કહ્યું કે ફાર્મા કંપનીઓને કહેવામાં આવ્યુ છે કે ત્રીજા તબક્કાનો ટ્રાયલ પૂરો કરી રિપોર્ટ સોંપવામાં આવે, જેથી સ્થાયી લાઈસન્સ પર નિર્ણય લઈ શકાય. DCGIએ કહ્યું કે બન્ને વેક્સીનથી સામાન્ય અથવા નજૂવી સાઈડ ઈફેક્ટ થાય છે. જેમ કે સામાન્ય તાવ આવવો, એલર્જી વગેરે છે. જોકે બન્ને વેક્સીન 100 ટકા સુરક્ષિત છે. વેક્સીનથી નપુંસક થવાની માહિતી ખોટી છે.

એવી શક્યતા છે કે જ્યાં હજુ સુધી વેક્સીન મોકલવામાં નથી આવી તેવા રાજ્યમાં પણ કોવીશીલ્ડ મોકલવામાં આવશે. તેનાથી વેક્સીનેશનના સમયે કોઈ પણ પ્રકારની ગુંચવણભરી સ્થિતિ ન સર્જાય. આ માટે બે-ત્રણ દિવસમાં સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસેસ (SOP) નક્કી થશે. મંજૂરી આપવામાં આવેલ બન્ને વેક્સીનની બે-બે ડોઝ લાગશે, જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોનું વેક્સીનેશન કરવાનો લક્ષ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here