કોરોના વિશ્વમાં : ફ્રાન્સમાં દરેક નાગરિકો માટે કોવિડ-19 ટેસ્ટ ફ્રી, અહીં 1.80 લાખથી વધુ સંક્રમિત, વિશ્વમાં 1.64 કરોડ દર્દી

0
4

વિશ્વમાં કોરોનાવાયરસના અત્યારસુધી 1 કરોડ 64 લાખ 12 હજાર 262 કેસ નોંધાયા છે. તેમાંથી 1 કરોડ 42 હજાર 210 સ્વસ્થ પણ થયા છે.6 લાખ 52 હજાર 33ના મોત થયા છે. આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. ફ્રાન્સાં દરેક નાગરિક માટે કોરોના વાયરસની ટેસ્ટ હવે ફ્રી કરવામા આવી છે. સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરાને આ માહિતી આપી હતી. અહીં કુલ 1 લાખ 80 હજાર 528 કેસ નોંધાયા છે અને 30192 લોકોના મોત થયા છે.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 43,71,839 1,49,849 20,90,129
બ્રાઝીલ 24,19,901 87,052 16,34,274
ભારત 14,36,019 32,812 9,18,735
રશિયા 8,12,485 13,269 6,00,250
દ. આફ્રિકા 4,45,433 6,769 2,65,077
પેરૂ 3,79,884 18,030 2,63,130
મેક્સિકો 3,90,516 43,680 2,51,505
ચિલી 3,45,790 9,112 3,18,095
સ્પેન 3,19,501 28,432 પ્રાપ્ત નથી
બ્રિટન 2,99,426 45,752 પ્રાપ્ત નથી

 

જાપાન: 839 નવા કેસ સામે આવ્યા

જાપાનમાં સંક્રમણની ગતિ વધી છે. 24 કલાકમાં 839 કેસ નોંધાયા છે. રાજધાની ટોક્યોમાં 239 નવા કેસ નોંધાયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા 30 હજાર 701 થઇ ગઇ છે અને 1009 લોકોના મોત થયા છે.

ઉઝબેકિસ્તાન: 15 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવામા આવ્યું

ઉઝબેકિસ્તાનમાં 15 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવામા આવ્યું છે. આ દેશનું ત્રીજુ લોકડાઉન છે. બીજુ લોકડાઉન 10 જુલાઇથી 1 ઓગસ્ટ સુધી હતું. ત્રણ કરોડથી વધુની વસ્તી ધરાવતા આ દેશમાં કોરોનાના 20531 કેસ સામે આવ્યા છે અને 116 લોકોના મોત થયા છે.

ચીન: વિદેશથી આવેલા ચાર લોકો સંક્રમિત

ચીનમાં રવિવારે વિદેશથી આવેલા ચાર લોકો સંક્રમિત મળી આવ્યા છે. બે સંક્રમિત મંગોલિયા ઓટોનોમસ રીજન, એક ફૂજિયાન અને એક કેસ શિચુઆન પ્રાંતમાં મળ્યો. અહીં બહારથી આવનારા સંક્રમિતોની સંખ્યા 2049 થઇ ગઇ છે. ચીનમાં સંક્રમણના 83 હજાર 891 કેસ સામે આવી ચૂક્યા છે અને 4634 લોકોના મોત થયા છે.

બ્રાઝીલ: 24000 નવા કેસ, 500થી વધુના મોત

બ્રાઝીલમાં 24 કલાકમાં 24 હજાર 578 નવા કેસ સામે આવ્યા હતા અને 555 લોકોના મોત થયા હતા. અહીં કુલ 24 લાખ 19 હજાર 901 કેસ છે અને 87 હજાર 52 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર બ્રાઝીલમાં અત્યારસુધી 16 લાખથી વધુ દર્દી સ્વસ્થ થયા છે.

સાઉદી અરબ: 1968 નવા કેસ નોંધાયા

સાઉદી અરબમાં રવિવારે સંક્રમણના 1968 કેસ સામે આવ્યા જેનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 66 હજાર 941 થઇ ગઇ. અહીં દર્દીઓના સ્વસ્થ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે. અત્યારસુધી કુલ 220323 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 30 લોકોના મોત થયા હતા. અહીં મૃતકોની સંખ્યા 2733 થઇ ગઇ છે.

પોર્ટુગલ: સંક્રમણનો આંકડો 50 હજારને પાર

પુર્તગાલમાં કોરોના વાયરસના 209 કેસ સામે આવતાજ કેસની સંખ્યા 50 હજાર 164 પર પહોંચી ગઇ છે. મોતનો આંકડો 1717 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 207 દર્દી સ્વસ્થ થયા હતા. અત્યારસુધી 35 હજાર 217 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here