Tuesday, September 21, 2021
Homeકોવિડ ઇફેક્ટ : હોન્ડાએ તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 1 મેથી 15 દિવસ માટે...
Array

કોવિડ ઇફેક્ટ : હોન્ડાએ તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 1 મેથી 15 દિવસ માટે બંધ કર્યા

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMAI)એ 1 મેથી તેના તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્લાન્ટ 15 દિવસ સુધી બંધ રહેશે. કંપનીનું કહેવું છે કે, કોવિડ-19ના વધતા જતા કેસો અને વિવિધ શહેરોમાં લોકડાઉનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન તમામ પ્લાન્ટમાં વાર્ષિક મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે.

પ્રોડક્શન પ્લાન સંજોગો પર આધારિત રહેશે
HMSIએ નિવેદનમાં કહ્યું કે, કંપની કોવિડ-19 ની પરિસ્થિતિ અને માર્કેટ રિકવરીની સમીક્ષાના આધારે આવતા મહિનામાં પ્રોડક્શન પ્લાન અંગે નિર્ણય લેશે. કંપનીના જણાવ્યા મુજબ, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ રહેવાના સમય દરમિયાન હોન્ડાના તમામ ઓફિસ અસોસિએટ્સ વર્ક ફ્રોમ હોમ કરશે. કંપનીના પ્લાન્ટ અને દેશભરમાં ફેલાયેલી વિવિધ કચેરીઓમાં ફક્ત જરૂરી સ્ટાફ જ કામ કરશે. દેશના 4 રાજ્યોમાં કંપની પાસે પ્રોડક્શન ફેસિલિટી છે. આ સુવિધાઓ હરિયાણાના માનેસર, રાજસ્થાનના તાપુકારા, કર્ણાટકના નરસાપુરા અને ગુજરાતના વિઠ્ઠલપુરમાં છે. આ તમામ પ્રોડક્શન ફેસિલિટીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 64 લાખ યૂનિટ છે.

મારુતિ અને MG મોટરે પણ પ્લાન્ટ બંધ કર્યાં
દેશની ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકીએ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને હરિયાણામાં બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 1 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સમય દરમિયાન બંને પ્રોડક્શન પ્લાન્ટમાં મેન્ટેનન્સ કાર્ય કરવામાં આવશે. કોવિડને ધ્યાનમાં રાખીને MG મોટર ઇન્ડિયાએ પણ સાત દિવસ માટે તેનો પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી છે. MG મોટરનો પ્લાન્ટ ગુજરાતના હાલોલમાં સ્થિત છે.

હીરો મોટોકોર્પે અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો
દેશની ટૂ-વ્હીલર ઓટોમોબાઇલ કંપની હીરો મોટોકોર્પ દ્વારા તેના તમામ 6 પ્રોડક્શન પ્લાન્ટ પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ હરિયાણાના ધારુહેડા અને ગુડગાંવ, આંધ્રપ્રદેશના ચિત્તૂર, ઉત્તરાખંડમાં હરિદ્વાર, રાજસ્થાનના નીમરાણા અને ગુજરાતમાં હાલોલ ખાતે સ્થિત છે. નીમરાણાના ગ્લોબલ પાર્ટ્સ સેન્ટરમાં પણ કામગીરી અસ્થાયીરૂપે બંધ થઈ ગઈ છે. ટોયોટા કિર્લોસ્કર મોટરે પણ મેન્ટેનન્સને કારણે 26 એપ્રિલથી 14 મે દરમિયાન તેના બંને પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments