Saturday, September 18, 2021
Homeકોવિડ જોખમ : રિકવરીના 30 દિવસ પછી પણ દર્દીઓમાં વાળ તૂટવાની સમસ્યા
Array

કોવિડ જોખમ : રિકવરીના 30 દિવસ પછી પણ દર્દીઓમાં વાળ તૂટવાની સમસ્યા

કોરોનાથી રિકવર થયા બાદ દર્દીઓમાં હેરફોલ અર્થાત વાળ તૂટવાના કેસ વધી રહ્યા છે. બીજી લહેરમાં વાઈરસથી સ્વસ્થ થયેલા લોકોમાં એલર્જી, રેશિસ, નબળાઈ, થાક, ડ્ર્રાય આઈસ બાદ હવે વાળ તૂટી જવાનાં પણ લક્ષણ જણાય છે.

એક્સપર્ટનું કહેવું છે કે, આવા દર્દીઓમાં રિકવરીના 30 દિવસ બાદ વાળ ઉતરી રહ્યા છે. કેટલાક દર્દીઓમાં તો કોવિડ દરમિયાન જ આવું જોવા મળ્યું હતું. કેટલાક દર્દીના ડાયટમાં પોષક તત્વોની ઊણપ, તાવ, બેચેની અને હોર્મોનમાં ફેરફાર થવાથી પણ હેરફોલ થઈ શકે છે.

ઈન્દ્રપસ્થ અપોલો હોસ્પિટલમાં સીનિયર કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન ડૉ. શાહીન નૂરેએજદાન કહે છે કે, આવા દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેનું કારણ પોસ્ટ કોવિડ ઈન્ફ્લેમેશન છે. વજનમાં ફેરફાર, વિટામિન-D અને B-12ની ઊણપ પણ તેનું કારણ હોઈ શકે છે.

ડાયટમાં પ્રોટીન લો

સીનિયર કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન ડૉ. સર્જન કુલદીપ સિંહ કહે છે કે, આ પ્રકારનો હેરફોલ ટેમ્પરરી હોય છે. આ સ્થિતિને ટેલોજન ઈફ્લુવિયમ કહેવાય છે. સામાન્ય રીતે 1 દિવસમાં વ્યક્તિના 100 વાળ તૂટે છે, પરંતુ આ સ્થિતિમાં દરરોજ 300થી 400 વાળ તૂટે છે. તેથી કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને પોષક તત્વોથી ભરપૂર ડાયટ લેવાની સલાહ આપવામાં આવે છે. ડાયટમાં પ્રોટીનની માત્રા વધારવી જરૂરી છે.

5થી 6 અઠવાડિયાં સુધી સતત હેરફોલ હોય તો ડૉક્ટરની સલાહ લો
ડૉક્ટર કુલદીપ સિંહના જણાવ્યા પ્રમાણે, જો 5થી 6 અઠવાડિયાં સુધી સતત વાળ ઉતર્યા કરે તો ડૉક્ટરની સલાહ લો. આવી સ્થિતિમાં દર્દીને માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોવાની સલાહ અપાય છે. દર્દીની સ્થિતિ પ્રમાણે ઓઈલ મેસેજ કરવાની સાથે મોટા દાંતાના કાંસકાથી વાળ કોમ્બ કરવાની સલાહ અપાય છે.

હેરફોલ રોકવા માટે આ વાતોનું ધ્યાન રાખો

  • તણાવથી બચો અને દરરોજ મેડિટેશનની આદત અપનાવો.
  • પ્રોટીન, વિટામિન-D અને B12યુક્ત આહાર લો.
  • હેર સ્ટાઈલિંગ કરવા માટે કેમિકલ અને હીટનો પ્રયોગ ન કરો.
  • તમામ પ્રયોગો કરવા છતાં સમસ્યા રહે તો બ્લડ ટેસ્ટ કરાવી પોષક તત્વોની તપાસ કરો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments