Saturday, September 25, 2021
Homeકોવિડ સાઈડ ઈફેક્ટ : કોરોના સ્વસ્થ લોકોમાં પણ ડાયાબિટીસ નોતરી શકે છે
Array

કોવિડ સાઈડ ઈફેક્ટ : કોરોના સ્વસ્થ લોકોમાં પણ ડાયાબિટીસ નોતરી શકે છે

કોરોના મહામારીની શરૂઆતથી જ એક્સપર્ટ જણાવી રહ્યા છે કે તેનાથી ડાયાબિટીસ દર્દીઓને જોખમ છે. આવા દર્દીઓ રિસ્ક ઝોનમાં છે. હવે અમેરિકામાં થયેલાં નવાં રિસર્ચ પ્રમાણે કોરોનાથી સંક્રમિત થયા બાદ સ્વસ્થ લોકોમાં પણ ડાયાબિટીસના નવા કેસ સામે આવી રહ્યા છે.

551 દર્દીઓ પર રિસર્ચ થયું
અમેરિકાની બોસ્ટન ચિલ્ડન્સ હોસ્પિટલનાં તાજેતરનાં રિસર્ચ પ્રમાણે, ઈટાલીમાં માર્ચ અને મે 2020ના વચ્ચે કોરોનાના 551 દર્દીઓ દાખલ થયા. તેમાંથી 46% દર્દીઓમાં સંક્રમણ બાદ બ્લડ શુગર લેવલ વધેલું જોવા મળ્યું. તેમનામાં હાયપર ગ્લાયસીમિયાની શરૂઆત થઈ. 35% દર્દીઓમાં આશરે 6 મહિના પછી પણ બ્લડ શુગર વધેલું જોવા મળ્યું.

શા માટે હાલત બગડે છે સમજો
સંશોધકોનું કહેવું છે કે, કોરોના થવા પર સામાન્ય લોકોની સરખામણીએ હાઈ બ્લડ શુગરવાળા દર્દીઓની સ્થિતિ ગંભીર બને છે. તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે. ઓક્સિજનની વધારે જરૂર પડે છે. વેન્ટિલેશનનું વધારે ધ્યાન રાખવું પડે છે.
નેચર મેટાબોલિઝ્મ જર્નલમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, હાયપર ગ્લાઈસીમિયાના દર્દીઓમાં હોર્મોનનું લેવલ પણ અસામાન્ય બને છે. તેમનામાં ઈન્સ્યુલિન હોર્મોનનું લેવલ વધારે હતું.
સંશોધક ફિયોરિના કહે છે કે આ પ્રથમ સ્ટડી છે જે જણાવે છે કે કોવિડની સીધી અસર પેન્ક્રિયાઝ પર થાય છે. તે સંકેત છે કે પેન્ક્રિયાઝ પણ કોરોના વાઈરસનો ટાર્ગેટ છે.

4 પોઈન્ટમાં સમજો કોવિડ-19 અને ડાયાબિટીસનું કનેક્શન

  • સ્વસ્થ લોકોમાં આ રીતે વધે છે જોખમ: SMS હોસ્પિટલ જયપુરના ડાયબિટોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કેસવાનીનું કહેવું છે કે, કોરોના વાઈરસ સીધા પેન્ક્રિયાઝમાં રહેલા ઈન્સ્યુલિન બનાવનાર બીટા કોશિકાઓને સંક્રમિત કરે છે. બીટા કોશિકાઓ ડેમેજ થવાથી દર્દીઓમાં ઈન્સ્યુલિન બનવાની કેપેસિટી ઓછી થઈ જાય છે. તેથી જે લોકો સ્વસ્થ છે તેમને કોરોના થયા બાદ ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
  • ટાઈપ-1 ડાયાબિટીસ પણ થઈ શકે છે: ઘણી વખત સંક્રમણ ગંભીર બને છે. આવી સ્થિતિમાં ટાઈપ-1 ડાયાબિટીસ અથવા ડાયાબિટિક કીટોએસિડોસિસ પણ શઈ શકે છે. જ્યારે શરીરમાં ઈન્સ્યુલિનની વધારે ઊણપ સર્જાતા શુગર લેવલ વધવા લાગે છે તે સ્થિતિને ડાયાબિટીક કીટોએસિડોસિસ કહેવાય છે.
  • સ્ટ્રેસ પણ ફેક્ટર છે: જો કોઈનામા ડાયાબિટીસની શરૂઆત થઈ છે અને તેને તે અજાણ છે. તે દરમિયાન વાઈરસ સંક્રમણ થાય તો સ્ટ્રેસના લીધે પણ ડાયાબિટીસ વિકસિત થઈ શકે છે.
  • આ કારણે ડાયાબિટક લોકોને જોખમ: ડાયાબિટીસના દર્દીઓમાં દરેક પ્રકારનાં સંક્રમણનું જોખમ હોય છે. આવા દર્દીઓમાં ઈમ્યુન સિસ્ટમની કોશિકાઓ (લિમ્ફોસાઈટ્સ, ન્યુટ્રોફિલ્સ)ની કાર્યક્ષમતા ઘટી જાય છે. આ કારણે શરીરમાં એન્ટિબોડીઝ ઓછી બને છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાથી વાઈરસ અને બેક્ટેરિયાનો સામનો શરીર કરી શકતું નથી. તેનાં કારણે જોખમ વધી જાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments