વડોદરા : ગાયોની તસ્કરી કરતી ટોળકીનો પર્દાફાશ, 7 ગાય સાથે બે શખ્શ ઝડપાયા

0
0

ગાયોની તસ્કરી કરતી ટોળકીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો, 7 ગાય સાથે બે સાગરીત ઝડપાયા

  • પોલીસે બે સાગરીતને 7 ગાય સાથે ઝડપી પાડ્યા
  • ગાયોનો તસ્કરીનો વીડિયો થયો હતો વાઈરલ
  • વીડિયો વાઈરલ થયા બાદ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી
  • અન્ય 4 સાગરીતને વોન્ટેડ જાહેર કરીને ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા

લોકડાઉન દરમિયાન વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગાયોની તસ્કરી કરતી ટોળકીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટોળકીના બે સાગરીતને 7 ગાય સાથે ઝડપી પાડ્યા છે. આ કૌંભાડમાં સંડોવાયેલી ટોળકીના 4 સાગરીતને વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં સ્ક્રોપિયો કાર લઇને ગાયોની તસ્કરી કરતી ટોળકીનો વીડિયો તાજેતરમાં વાઈરલ થયો હતો. આ વીડિયો વાઈરલ થયા બાદ કારેલીબાગ પોલીસ મથકમાં રબારી સમાજ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારબાદ આ ગાય ચોરીના કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાંચ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

DCP ક્રાઇમ જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના PSI એસ.એમ.ભરવાડ તથા તેમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બાતમીના આધારે અલ્તાફ હુશેન શેખ(રહે. કિશાન નગર, કેલનપુર, ડભોઇ)ની ધરપકડ કરી હતી.અને તેની પૂછપરછ કરતા ચોરી કરેલી ગાય ફઝલ શફિક રોબર (રહે,એસ.ટી.કોલોની ફળીયું,ટંકારીયા, ભરૂચ)ને વેચી હોવાની કબુલાત કરી હતી. જે કબુલાતના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે ટંકારીયા ખાતે પહોંચી ફઝલ રોબરની ધરપકડ કરી હતી.

પોલીસે 7 ગાય-વાછરડા, બે સ્ક્રોપિયો કાર,એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 4,45,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે ગાયો ચોરી કરવા માટે વાપરવામાં આવેલ બે સ્ક્રોપિયો કાર કબજે કરી હતી.

  • પોલીસે કુલ રૂપિયા 4,45,500નો મુદ્દામાલ કબજે કર્યો
  • ગાયો ચોરી કરવા માટે વાપરવામાં આવેલ બે સ્ક્રોપિયો કાર કબજે કરી

બીજી બાજુ પોલીસે આ ગાયોની તસ્કરીમાં સંડોવાયેલા અને સ્ક્રોપિયો કારના માલિક ઇલિયાસમામા, ગાયો ઉઠાવનાર મકબુલ સત્તાર મંન્સુરી, અકબર, ટેક્ષી નામના વ્યક્તિ (તમામ રહેવાસી ધોળકા, જિ.અમદાવાદ)ને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here