Saturday, April 19, 2025
Homeગાંધીનગર GUJARAT:સી આર પાટીલે ક્ષત્રિય સમાજની માગી માફી, મોટું મન રાખી રુપાલાને માફ...

GUJARAT:સી આર પાટીલે ક્ષત્રિય સમાજની માગી માફી, મોટું મન રાખી રુપાલાને માફ કરવા કરી વિનંતી

- Advertisement -

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ગાંધીનગરમાં બેઠક યોજાઇ.બેઠક બાદ સી આર પાટીલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે. તેમણે ક્ષત્રિય સમાજને મોટુ મન રાખીને રુપાલાને માફ કરી દેવા વિનંતી કરી છે.પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ગાંધીનગરમાં બેઠક યોજાઇ.બેઠક બાદ સી આર પાટીલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે. તેમણે ક્ષત્રિય સમાજને મોટુ મન રાખીને રુપાલાને માફ કરી દેવા વિનંતી કરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ મુદ્દે ગાંધીનગરમાં બેઠક યોજાયા બાદ ભાજપે ક્ષત્રિયોને માફી આપવા અરજી કરી છે. ક્ષત્રિય સમાજને મોટું મન રાખીને રુપાલાને માફ કરવા ભાજપે વિનંતી કરી. બેઠક બાદ સી આર પાટીલે જણાવ્યુ કે રૂપાલાની ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો. જે પછી પરશોત્તમ રુપાલાએ ત્રણ વખત માફી માગી છે. ક્ષત્રિય સમાજને હું હાથ જોડી વિનંતી કરું છું. ભૂલ માટે વારંવાર માફી માંગી છે, તેમને માફ ક્ષત્રિય સમાજ માફ કરી દે.મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ સાથે જ બેઠકમાં હર્ષ સંઘવી, ક્ષત્રિણ સમાજના અગ્રણીઓ બળવંતસિંહ રાજપૂત, જયરાજસિંહ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular