Thursday, April 18, 2024
Homeગુજરાતનવસારીમાં ફટાકડાના ભાવમાં વધારો થતા ખરીદીમાં ઘટાડો

નવસારીમાં ફટાકડાના ભાવમાં વધારો થતા ખરીદીમાં ઘટાડો

- Advertisement -

કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે તમામ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિવાળી પર્વની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી છે. જોકે, આ વર્ષે નવસારી શહેર સહિતમાં ફટાકડાની ખરીદીમાં નીરસ્તા જોવા મળી રહી છે. ફટાકડાના ભાવમાં વધારો થતા ફટાકડાની ખરીદી ઓછી થઈ છે. ભારતમાં ફટાકડાના મુખ્ય પ્રોડક્શન હબ ગણાતા શિવાકાશીમાં અવિરત વરસાદ પડ્યો હતો. જેથી માવઠાને કારણે ફટાકડાનો રેડી સ્ટોક સુકાતો નથી જેને કારણે ડિમાન્ડની સામે સપ્લાય ઓછી રહી છે. સપ્લાય ઓછો રહેતા 40% જેટલો અધધ ભાવ વધારો થયો છે જેને કારણે ગ્રાહકોએ આ વખતે ખરીદીમાં કાપ મૂક્યો છે.

ગ્લોબલ વોર્મિંગએ વિશ્વમાં વ્યાપક અસર પાડી છે. તમામ તહેવારો પણ બદલાયેલા વાતાવરણને કારણે ઝાંખા પડ્યા છે. દિવાળી અને નવા વર્ષના દિવસે લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વખતે બદલાયેલા વાતાવરણને ફટાકડાના ધંધા ઉપર પણ વ્યાપક અસર પાડી છે જેને કારણે વેપારીઓ સહિત ગ્રાહકો પણ વધતા ભાવ અને નબળા વેચાણથી મુંજાયા છે.

​​​​​​​શિવાકાશીમાં આ વખતે હજુ સુધી વરસાદ યથાવત રહ્યો છે જેને કારણે ફેક્ટરીઓ ફટાકડાના તૈયાર સ્ટોકને સુકવી શકી નથી. જેથી સ્ટોક ઓછો તૈયાર થતા સપ્લાય ચેન ખોરવાઈ છે. વેપારીઓ દ્વારા મંગાવેલા સ્ટોકની સામે માત્ર 40 ટકા સ્ટોક આવતા તેની સીધી અસર ભાવમાં પણ જોવા મળી રહી છે. જે લોકો 10,000 સુધીના ફટાકડા ખરીદતા હતા તેમની હવે ખરીદશક્તિ 4000 સુધી સીમિત થઈ છે.

​​​​​​​નવસારી શહેરમાં છેલ્લા 35 વર્ષથી ફટાકડાનો વ્યવસાય કરતા હરીશ બૂધાનીના જણાવ્યાં મુજબ શીવાકાશીમાં હાલ પણ વરસાદ વરસી રહ્યો છે જેને લઇને સપ્લાય ખોરવાયો છે અને 40% જેટલો જ માલ આવતા ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ઘરાકી નીરસ જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular