તમિલનાડુ : કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન 2ના શૂટિંગ દરમિયાન ક્રેન પડી; 3 આસિસ્ટન્ટ ડાયરેક્ટરના મોત, 10ને ઈજા

0
22
  • ચેન્નાઈની પાસે ઈવીપી ફિલ્મ સિટીમાં ફિલ્મના એક સીનનું શુટિંગ થઈ રહ્યું હતું
  • ક્રેન પડવાથી 10ને ઈજા, ફિલ્મમેકર અને ડાયરેક્ટર શંકર સહેજ બચી ગયા

ચેન્નાઈ(તમિલનાડુ): કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન 2ના શૂટિંગ દરમિયાન ક્રેન પડવાથી 3 આસિસ્ટન્ટ ડાયરેક્ટરના મોત થયા છે, જ્યારે 10 લોકોને ઈજા થઈ છે. તેમાંથી બેની સ્થિતિ ગંભીર છે. આ ઘટના બુધવારે રાતે 9.30 બની હતી. તે સમયે ચેન્નાઈની પાસે ઈવીપી ફિલ્મ સિટીમાં એક સીનનું શુટિંગ થઈ રહ્યું હતું. અકસ્માતમાં ફિલ્મમેકર અને ડાયરેક્ટર શંકર બચી ગયા હતા. પોલીસે ક્રેન ઓપરેટરની વિરુદ્ધ કેસ નોંધયો છે.

પોલીસના જણાવ્યા મુજબ ત્રણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર એક બોક્સમાં બેઠા હતા. તેઓ શુટિંગ માટે ક્રેન દ્વારા ખૂબ જ ઉંચાઈએ ગયા અને અહીં લાઈટિંગ પર કામ કરી રહ્યાં હતા. ક્રેન પડી તે દરમિયાન કમલ હસન બીજા લોકેશન પર શૂટિંગ કરી રહ્યાં હતા. તેમણે આ બનાવ બાબતે દુ:ખ વ્યક્ત કર્યું છે.

1996માં આવી હતી ઈન્ડિયન

ડાયરેક્ટર શંકર 1996માં આવેલી ફિલ્મ ઈન્ડિયનની સીક્વલ બનાવી રહ્યાં છે. ઈન્ડિયન 2 એક એક્શન થ્રિલર છે. કમલ હાસન તેમાં લીડ રોલમાં છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત અને સિદ્ધાર્થ પણ જોવા મળશે. તે અગામી વર્ષની શરૂઆતમાં રિલીઝ થાય તેવી શકયતા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here