જીગ્નેશ કવિરાજનું નકલી FB અકાઉન્ટ બનાવનાર ઝડપાયો, મહિલાઓ પાસે સોનાની ગિફ્ટ લેતો

0
118

અમદાવાદ : લોક ગાયક કલાકાર અને ગુજરાતી ફિલ્મ સેલિબ્રિટી જીગ્નેશ બારોટ એટલેકે જીગ્નેશ કવિરાજનાં નામનું નકલી ફેસબુક આઈડી બનાવનાર આરોપી પ્રકાશની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી જીગ્નેશ કવિરાજનો જ ઓળખીતો હોવાનું સામે આવ્યું છે. આટલુ જ નહીં, જીગ્નેશ બારોટની બર્થડે છે એવી વાતો કરી મહિલાઓ પાસેથી ગિફ્ટ માંગતો અને જીગ્નેશ વતી તે જ લેવા જતો હતો. (આરોપી પ્રકાશ સાથે જિગ્નેશ કવિરાજની તસવીર)

હાલ તો સૂત્રોનું માનીએ તો પ્રકાશનાં ભાઈનાં આજે લગ્ન છે અને આજે જ તે પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. ગુજરાતી લોક ગાયક અને ગુજરાતી ફિલ્મ અભિનેતા જીગ્નેશ બારોટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓ જીગ્નેશ બારોટ અને જીગ્નેશ કવિરાજ નામનું ફેસબુક એકાઉન્ટ ધરાવે છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામમાં જીગ્નેશ બારોટ નામનું એકાઉન્ટ ધરાવે છે. (આરોપી પ્રકાશની ફાઇલ તસવીર)

ગત નવેમ્બર માસમાં તેમના ચાહકો અને મિત્ર ગુણવંત ઠાકોર દ્વારા તેમને જાણવા મળ્યું હતું કે તેમના નામનું નવું ફેસબુક આઈડી બન્યું છે. જેમા પ્રોફાઈલ પિક્ચર પણ મુકવામાં આવ્યો છે. આ ફેક આઈડી બનાવનારે વિવિધ સ્ટેટ્સ મુક્યા હતા. જેમાં લખ્યું છે કે, ‘હું નવું આલ્બમ કરવાનો છું મારી સાથે જેને કામ કરવું હોય તે મને મેસેજ કરે, ઓકે ફાસ્ટ.’ આવું સ્ટેટ્સ મૂકી અને અનેક લોકોને એફબી મેસેન્જર દ્વારા મેસેજ પણ કર્યા હતા.

આ સિવાય ‘મારી સાથે જેને કામ કરવું હોય તે મને જલ્દી એસએમએસ કરે, ઓકે જલ્દી ફાસ્ટ’ આ પ્રકારનાં સ્ટેટ્સ અને મેસેજ કર્યા હતા.

જીગ્નેશ બારોટ નામના ફેક આઈડી ની તપાસ કરતા યુઆરએલ પરથી આ ફેક આઈડી હોવાનું સામે આવતા જીગ્નેશ બારોટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે તપાસ કરી પ્રકાશ નામનાં આરોપીની ધરપકડ કરી છે. આરોપી જીગ્નેશ કવિરાજનો જ ઓળખીતો છે અને તે અવાર નવાર જીગ્નેશ સાથે જ કાર્યક્રમોમાં જતો હતો. આટલું જ નહીં આરોપી મહિલાઓને મેસેજો કરી જીગ્નેશ હોવાનું કહી તેનો જન્મદિવસ છે એમ કહી ગિફ્ટમાં સોનાની વસ્તુ માંગતો હતો. મહિલાઓ ને એવું પણ કહેતો કે આમ તો હું આવી વસ્તુ નથી પહેરતો પણ તું આપીશ તો પહેરીશ એમ કહી જાળમાં ફસાવતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here