વડોદરા : 750 કિલો પસ્તીનો ઉપયોગ કરી પ્રાથમિક શાળામાં 200 બુક્સની લાઇબ્રેરી બનાવી

0
0

વડોદરા: પસ્તી સે પુસ્તકાલય કોન્સેપ્ટ સાથે પ્રથમ વખત સામાજિક કાર્યકર કિન્નરી હરિયાણી દ્વારા 750 કિલો પસ્તીના ઉપયોગથી સુંદરપુરા પ્રાથમિક શાળામાં 200 થી વધારે પુસ્તકો સાથેની લાઇબ્રેરી શરૂ કરાઇ છે. પ્રાથમિક શાળામાં ભણતાં 149 બાળકોને લાઇબ્રેરીનો ઉપયોગ કરાવવા માટે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે.

કિન્નરી હરિયાણીએ જણાવ્યું હતું કે, પસ્તી સે પુસ્તકાલયનો વિચાર આવ્યા બાદ સોસાયટીમાં પસ્તી ભેગી કરવા પ્રયાસો શરૂ કરાયા હતા. શરૂઆતના દિવસોમાં ઘરે-ઘરે જઇને અને ત્યાર બાદ મેસેજના માધ્યમથી પુસ્તકાલય માટે પસ્તી ભેગી કરવાનો સંદેશો ઘરે-ઘરે પહોંચાડાયો હતો.ત્રણ મહિનાની મહેનત બાદ અને 125 પરિવારોના યોગદાનથી 750 કિલો પસ્તી ભેગી કરવામાં સફળતા મળી હતી.પસ્તી ભેગી કર્યા બાદ 149 વિદ્યાર્થીઓ ધરાવતી સુંદરપુરા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી શરૂ કરવા માટેની પસંદગી કરવામાં આવી હતી.

શહેરમાં 25 શાળાઓમાં પસ્તીના ઉપયોગથી પુસ્તકાલય શરૂ કરાશે
750 કિલો જૂનાં બુક્સ, પેપર તથા બોક્સને ભેગાં કરીને સુંદરપુરા પ્રાથમિક શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે.ત્યાર બાદ શહેરમાં આવેલી 25 વિવિધ શાળાઓમાં લાઇબ્રેરી શરૂ કરવાનાે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.25 શાળાઓમાં લાઇબ્રેરી શરૂ કરવા માટે પસ્તી ભેગી કરવાનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.વધુમાં વધુ લોકો સાથે જોડાય તે માટે પસ્તીના કોન્સેપ્ટ અંગેની અવેરનેસ વધારવા માટે તમામ રીતે પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here