સુરત : ફેસબુક પર ફેક આઇડી બનાવી યુવાને પરિણીતાનો અંગત પળોનો વીડિયો અને ફોટો અપલોડ કર્યા

0
5

શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાની મરજીથી બંધાયેલા શરીર સંબંધના ઉતારેલા વીડિયો અને ફોટો ફેસબુક આઇડી બનાવી અપલોડ કરતા ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત ફેક આઇડી બનાવી જીસ કીસી કસ્ટમર કો મેરે સાથે કામ કરના હૈ વો ઇસ દીદી કે ઘર અમરોલી આ જાયે રેટ 500નું પણ લખાણ કર્યું હતું. જેથી યુવાન વિરૂધ્ધ પરિણીતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પતિ વતન જતા યુવકના પરિચયમાં આવી હતી

અમરોલી વિસ્તારમાં પ્રમોદ(નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે અને સંચા મશીનમાં કામ કરે છે. ત્રણ વર્ષ અગાઉ પ્રેમિલા(નામ બદલ્યું છે) પતિ સાથે સુરત આવી હતી. જોકે, પતિ એક માસમાં જ જયપુર ચાલ્યો ગયો હતો અને પ્રેમિલા સુરતમાં જ રોકાય ગઇ હતી. દરમિયાનમાં પ્રેમિલા પરિચય વિષ્ણુકુમાર હેમરાજ મિશ્રા (ઉ.વ. 30 રહે. 126, લુહાર મહોલ્લો, બધાલ ફુલેરા, જયપુર, રાજસ્થાન) સાથે થયો હતો અને બંન્ને પોતાની મરજીથી શરીર સંબંધ બાંધતા હતા.

પરિણીતાના સંબંધીઓને ફોટા અને વીડિયો મોકલ્યા

અંગત પળો માણતી વેળા વિષ્ણુએ વીડિયો ઉતાર્યો હતો અને પ્રેમિલાના ફોટા મોબાઇલમાં ક્લિક કર્યા હતા. વિષ્ણુ સાથેના લગ્નેત્તર સંબંધની જાણ પતિ પ્રમોદને થઇ જતા પ્રેમિલાને વતન પરત લઇ જવાની વાત કરી હતી. જેથી વિષ્ણુ ઉશકેરાયો હતો અને પ્રમોદને ફોન પર ધમકી આપી હતી કે, પ્રેમિલાને તું ગામ લઇ જઇશ તો તેના ફોટા અને વીડિયો તારા સગાસબંધીને મોકલી બદનામ કરી દઇશ. તેમ છતા પ્રમોદ પત્ની પ્રેમિલાને વતન લઇ ગયો હતો. જેથી વિષ્ણુએ ત્રણેક મહિના બાદ ગત જાન્યુઆરી મહિનામાં પ્રમોદના સબંધીઓને પ્રેમિલાના ફોટા અને વીડિયો વોટ્સઅપ પર મોકલી આપ્યા હતા. ત્યારબાદ ફેસબુક પર ફેક આઇડી બનાવી પ્રેમિલાના ફોટા અપલોડ કર્યા હતા અને વોટ્સઅપ પર અશ્લીલ મેસેજ કર્યા હતા.

ફોટો સાથે કમેન્ટ મૂકી

વિષ્ણુએ ફેસબુક પર ફેક આઇડી બનાવી તેમાં પણ પ્રેમિલાના ફોટા તથા પ્રેમિલાની પરિચીત મહિલા સાથેનો ફોટા અપલોડ કરી જીસ કીસી કસ્ટમર કો મેરે સાથ કામ કરના હૈ વો ઇસ દીદી કે ઘર અમરોલી આ જાયે રેટ 500 એવી કોમેન્ટ કરી હતી. જેને પગલે પ્રેમિલાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં વિષ્ણુ મિશ્રા વિરૂધ્ધ બદનામ કરવા બદલ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here