જીતનો શ્રેય : દિપક ચહરે ધમાકેદાર ઇનિંગ્સનો શ્રેય કોચ રાહુલ દ્રવિડને આપ્યો

0
5

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વન-ડેમાં દિપક ચહરે ધમાકેદાર પર્ફોમન્સ કરીને ટીમ ઇન્ડિયાને અશક્ય લાગતી જીત અપાવી છે. તેણે પોતાની આ ધમાકેદાર ઇનિંગ્સનો શ્રેય કોચ રાહુલ દ્રવિડને આપ્યો છે.

દીપક ચાહરે જીતનો શ્રેય કોચ રાહુલ દ્રવિડને આપ્યો
દીપક ચહરે કહ્યુ કે ‘રાહુલ દ્રવિડનાં વિશ્વાસના કારણે જ ટીમ ઇન્ડિયાને જીત અપાવી શક્યો.’ તેણે ઉમેર્યુ કે ‘ દેશ માટે મેચ જીતવાથી મોટી કોઇ વાત નથી. રાહુલ સરે મને દરેક બોલને રમવાની સલાહ આપી હતી.’
રાહુલ સરે મારા પર વિશ્વાસ બતાવ્યો, જ્યારે તેઓ ઇન્ડિયા Aના કોચ હતા ત્યારે હું તેમના અંડર રમ્યો છુ. ત્યા પણ મે કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી. રાહુલ સરે મને કહ્યુ કે તું 7 નબંર પર બેટીંગ કરી શકે છે. લક્ષ્ય 50 સુધી પહોચ્યુ ત્યારે મને લાગ્યુ કે અમે જીતી શકીશુ. મે થોડા રીસ્ક પણ લીધા હતા.’

નર્વસ થઇ ગયેલા રાહુલ દ્રવિડ
આ મેચમાં એક સમયે ભારતની 193 રન પર 7 વિકેટ પડી ગયેલી અને જીત માટે 14.5 ઓવરોમાં 83 રનની જરુરત હતી તે સમયે રાહુલ દ્રવિડ નર્વસ થઇ ગયેલા અને તેમણે એક સિક્રેટ મેસેજ ભાઇ રાહુલ ચહરના હાથે મોકલાવ્યો. જીત પછી આ બાબતનો ખુલાસો ચહરે કર્યો હતો.તેમણે દિપકને દરેક બોલ રમવાનો મેસેજ આપ્યો હતો.

શ્રીલંકાના હાથમાંથી મેચ છિનવી લીધી
બીજી વન-ડેમાં શ્રીલંકાએ પહેલી બેટીંગ કરતા 9 વિકેટ ખોઇને 275 રન બનાવી ભારતને જીતવા 276 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતની શરુઆત ખરાબ રહી હતી અને 116 રનમાંજ 5 વિકેટ પડી ગઇ હતી ત્યારે સુર્યકુમાર યાદવે મેચમાં થોડી પકડ જમાવી હતી પરંતુ તેની પણ વિકેટ પડતા ભારતની જીત લગભગ અસંભવ લાગતી હતી ત્યારે પ્રેશર કન્ડિશનમાં દિપક ચહરે 69ની શાનદાર ઇનિગ્સ રમી ભારતને જીત અપાવી હતી. ભારતે આ સાથે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઇ મેળવી લીધી છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ દિપક ચહરની આ પહેલી અર્ધસદી છે. આ પહેલા ઇન્ટરનેશનલમાં તેનો હાઇએસ્ટ સ્કોર 12 રનનો હતો. દીપક ચહરે સારી બોલીંગ કરતા 2 વિકેટ પણ ખેરવી હતી. ચહરને તેના આ પર્ફોમન્સના કારણે મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here