કમાણી : વિરાટ કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાય છે મેચની ફીના 22 ગણા રૂપિયા

0
43

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરનારો ખેલ જગતની ટૉપ 10 હસ્તીઓમાંથી એકમાત્ર ક્રિકેટર છે.આ યાદીમાં વિરાટ 9માં સ્થાન પર છે, જ્યારે ટૉપ પર પોર્ટુગલ સ્ટાર ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. યાદીમાં ટોચના 3 સ્થાન પર ફૂટબોલર્સનો કબ્જો છે. રોનાલ્ડો પછી બ્રાઝિલના ફૂટબૉલર નેમાર અને આર્જેન્ટિનાના દિગ્ગજ ખિલાડી લિયોનલ મેસીનો નંબર આવે છે.

હૉપરએચક્યૂ ડૉટ કોમ (ઇન્સ્ટાગ્રામ શેડ્યૂલ ટૂલ) અનુસાર, વિરાટ કોહલી આ સોશ્યલ મીડિયા સાઇટ પર પોતાની એક પોસ્ટથી 158000 પાઉન્ડ એટલે કે આશરે 1.35 કરોડની કમાણી કરે છે. વિરાટ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સમયે-સમયે પોતાની ફોટો પોસ્ટ કરતો રહે છે. આ કારણથી ફોટો શૅરિંગ સોશ્યલ મીડિયા પોર્ટલ પર પૉપ્યુલર છે. વિરાટ કોહલીને 36 મિલિયન (3.6 કરોડ) ફોલોઅર્સ છે.

ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાંથી સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીની વાત કરવામાં આવે તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એક પોસ્ટથી 7 લાખ 84 હજાર પાઉન્ડ (આશરે 6.73 કરોડ), નેમાર 5 લાખ 80 હજાર પાઉન્ડ ( આશરે 4.98 કરોડ), મેસી 5 લાખ 21 હજાર પાઉન્ડ (આશરે 4.47 કરોડ), ડેવિડ બેકહમ 2 લાખ 87 હજાર પાઉન્ડ (આશરે 2.46 કરોડ), લેબ્રોન જેમ્સ 2 લાખ 19 હજાર પાઉન્ડ (આશરે 1.88 કરોડ)ની કમાણી કરે છે. કોહલી આ યાદીમાં નવમા સ્થાને આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here