અમદાવાદ : ક્રિકેટ પર ઓનલાઇન એપ્લિકેશન દ્વારા રમાતો હતો સટ્ટો, એક બુકી ઝડપાયો

0
0

ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવાને લઇને બુકીઓ હવે હાઇટેક બન્યા છે. વિશ્વમાં કોઇપણ ખૂણે રમાઇ રહેલી મેચ માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના પર સટ્ટો રમાડતી એપ હાલ બુકીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આવા જ ગુરુકુળના વિશાલ નામના બુકીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ સટ્ટાના રેકેટમાં જોડાયેલા લોકોને પકડવા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

વિશાલ ઉર્ફે ભૂરો વસ્ત્રાપુર પાસે આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો. એ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં ત્રાટકી હતી અને બુકીને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા તે મોબાઈલ એપ્લિકેશન મારફતે લોકોને સટ્ટો રમાડી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here