Wednesday, January 19, 2022
HomeCRICKETક્રિકેટ : કોહલી એન્ડ કંપની DRS પર ભડકી

ક્રિકેટ : કોહલી એન્ડ કંપની DRS પર ભડકી

કેપટાઉન ટેસ્ટનો ત્રીજો દિવસ રોમાંચથી ભરેલો રહ્યો હતો. મેચનાં અંતિમ કલાકોમાં તો બંને ટીમ અને અમ્પાયરની વચ્ચે ભારે બબાલ પણ થઈ હતી. વિવાદની શરૂઆત DRSના નિર્ણયથી થઈ, જે એટલી વધી ગઈ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સ્ટમ્પ માઈક પર આવીને ગુસ્સામાં સખત શબ્દ પણ બોલી ગયા. આફ્રિકાના બ્રોડકાસ્ટર પર ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પણ રોષે ભરાયા અને તેમણે પણ સ્ટમ્પ માઈકમાં જઈને ઘણુંબધું કહ્યું. દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી આ બબાલ ચાલુ રહી. ચાલો, તમને જણાવીએ સમગ્ર મામલો શું છે એ વિશે..

 

 

DRS પર શરૂ થયો વિવાદ

વિવાદની શરૂઆત આફ્રિકાની બીજી ઈનિંગની 21મી ઓવરથી થઈ હતી. આ ઓવર ઓફ સ્પિનર આર. અશ્વિન નાખી રહ્યો હતો. ઓવરના ચોથા જ બોલમાં અશ્વિને રાઉન્ડ ધ વિકેટ ઓવર નાખી અને આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર ડિફેન્ડ કરવાની કોશિશમાં ચૂકી ગયો અને બોલ પેડ પર જઈને વાગ્યો. ટીમ ઈન્ડિયાએ LBWની અપીલ કરી અને અમ્પાયર મરાય ઈરાસમસે પણ અલ્ગરને આઉટ આપ્યો.

પહેલા તો અમ્પાયારના નિર્ણય સાથે અલ્ગર સહમત ન દેખાયો, જોકે તેમણે ફરી DRSની માગ કરી. અશ્વિનનો બોલ ડીન અલ્ગરના પેડ પર ઘૂંટણની નીચે વાગ્યો હતો. આવી સ્થિતિમાં ખેલાડીનું બચવું લગભગ મુશ્કેલ હોય છે, જોકે બોલ ટ્રેકિંગ પ્રમાણે સ્ટમ્પ્સને મિસ કરીને વિકેટની ઉપરથી જઈ રહ્યો હતો, જેને પગલે થર્ડ અમ્પાયરે અલ્ગરને નોટઆઉટ આપ્યો.

વિરાટ ભડક્યો

થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી ફિલ્ડ અમ્પાયર મરાય ઈરાસમસ પણ નારાજ જોવા મળ્યા. ઈરાસમસે પોતાનો નિર્ણય બદલતાં એમ પણ કહ્યું કે આ મારી સમજણની બહાર છે. આ મેચમાં થર્ડ અમ્પાયર સા.આફ્રિકામાં જ જન્મેલા અલ્લાઉદ્દીન પાલેકર છે. પાલેકરના આ નિર્ણય પછી ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને આખી ભારતીય ટીમ હતાશ થઈ હતી. કોહલીને તો એટલો ગુસ્સો આવ્યો કે તેણે જમીન પર જોરથી પોતાનો પગ પછાડ્યો.

કેએલ રાહુલ અને અશ્વિન પણ ભડક્યા

કોહલીના ગુસ્સા પછી કેએલ રાહુલ અને અશ્વિન પણ ભડક્યા હતા. રાહુલનું તો એમ કહેવું હતું કે આખું સાઉથ આફ્રિકા આપણા 11 ખેલાડીની વિરુદ્ધ રહ્યું છે. ઓવર સમાપ્ત થયા પછી અશ્વિને ઓફ્રિકાના બ્રોડકાસ્ટર સુપરસ્પોટને લઈને સ્ટમ્પ માઈક પર કહ્યું- તમારે જીતવાની વધુ સારી રીતે શોધવી જોઈએ, સુપર સ્પોર્ટ.

અશ્વિન અને રાહુલ પછી ફરી ગુસ્સામાં જોવા મળ્યા

અશ્વિન અને રાહુલના બોલ્યા પછી વિરાટ પણ સ્ટમ્પ માઈકની પાસે પહોંચ્યો અને જઈને કહ્યું- જ્યારે તમારી ટીમ (સાઉથ આફ્રિકા) બોલ ચમકાવે છે તો એની પર પણ ધ્યાન આપો, માત્ર વિરોધીઓ પર નહિ. હંમેશાં લોકોને પકડવાની કોશિશ કરતા રહો છે. વિરાટ કોહલીએ આ વાત વર્ષ 2018માં થયેલા સેન્ડપેપર વિવાદના સંદર્ભમાં કહી હતી.

ગૌતમ ગંભીરે પણ લીધો કોહલીનો ક્લાસ

જોકે ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આ હરકતથી નાખુશ થયો હતો. તેમ કોમેન્ટરી દરમિયાન કહ્યું- આ વિરાટની ખૂબ જ બાળક જેવી હરકત છે. મેચનું પરિણામ જે પણ આવ્યું હોય, કોઈપણ ખેલાડીએ આ પ્રકારનું વલણ ન અપનાવવું જોઈએ.

બુમરાહે અલ્ગરને આઉટ કર્યો

ડીન અલ્ગર પછી 30 રન બનાવીને જસપ્રીત બુમરાહના બોલે કેચ આઉટ થયો. મેચમાં આફ્રિકાની સામે 212 રનનો ટાર્ગેટ છે અને ટીમનો સ્કોર હાલ 2 વિકેટના નુકસાને 101 રન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular