Wednesday, September 29, 2021
Homeસ્પોર્ટ્સક્રિકેટ : સૌરવ ગાંગુલીએ કહ્યું- પાંચમી ટેસ્ટ રમાશે પરંતુ તે આ સિરીઝના...

ક્રિકેટ : સૌરવ ગાંગુલીએ કહ્યું- પાંચમી ટેસ્ટ રમાશે પરંતુ તે આ સિરીઝના શેડ્યૂલ પ્રમાણે નહીં હોય

 

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આયોજિત પાંચ ટેસ્ટની અંતિમ મેચ કોરોના મહામારીના પગલે રદ થતા ઘણા ક્રિકેટ પ્રેમીઓ ઈન્ડિયન પ્લેયર્સની ટીકા કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોવિડ પોઝિટિવ આવતા ખેલાડીઓમાં ભય પ્રસરી ગયો હતો. જેના પરિણામે ઘણી ચર્ચાઓ પછી BCCI અને ECBએ અંતિમ મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

ઈન્ડિયન ટીમ પર સવાલો ઉઠ્યા
ઈન્ડિયન કેમ્પમાં સતત કોવિડ કેસ સામે આવતા ખેલાડીઓએ પાંચમી ટેસ્ટ મેચ ના રમવાની વાત ઉચ્ચારી હતી, જેના પરિણામે ઘણા નિષ્ણાતો અને ટિકાકારોએ આ મુદ્દે પોત-પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તેવામાં ઘણા લોકોનું એવું પણ માનવું હતું કે રવિ શાસ્ત્રી એન્ડ કેટલાક પ્લેયર્સે બુક લોન્ચ ઈવેન્ટમાં ભાગ લેવાની જરૂર નહોતી. તો વળી કેટલાક લોકોએ ઈન્ડિયન ટીમનો પક્ષ લીધો હતો.

ગાંગુલીએ આ મુદ્દે ચર્ચા કરી
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદ પર સૌરવ ગાંગુલીએ ચુપ્પી તોડીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. ટેલીગ્રાફ ઈન્ડિયા સાથેની વાતચીત દરમિયાન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે હું પાંચમી ટેસ્ટ રમાશે પરંતુ તે આ સિરીઝના શેડ્યૂલ પ્રમાણે નહીં હોય. આ મેચ રદ થતા ECBને આર્થિક રીતે પણ ઘણો ફટકો પડ્યો છે. અત્યારે પરિસ્થિતિ થોડી કાબૂમાં આવે પછી આ અંગે અમે ચર્ચા કરી ભવિષ્યમાં નિર્ણય લઈશું. આ મેચ એક સિરીઝમાં નહીં હોય પરંતુ એકમાત્ર મેચ હશે.

સૌરવ ગાંગુલીએ કર્યો ઘટસ્ફોટ
માનચેસ્ટર ટેસ્ટ પહેલા ઈન્ડિયન પ્લેયર્સ શું અનુભવી રહ્યા હતા એ અંગે ગાંગુલએ ઘટસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ઈન્ડિયન ટીમમાં ઘણા ખેલાડીઓ તેમના સંપર્કમાં આવ્યા હતા, તેમને જ્યારે જાણ થઈ કે યોગેશ પરમાર પોઝિટિવ આવ્યા છે ત્યારે તેઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ખેલાડીઓને પણ એમ લાગવા લાગ્યું હતું કે તે પોઝિટિવ થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં તેમણે માનચેસ્ટર મેચ ના રમવાનો નિર્ણય કર્યો હતો.

ઈન્ડિયન પ્લેયર્સ પર સવાલો ન ઉઠાવવા જોઇએ
ગાંગુલીએ કહ્યું કે ઈન્ડિયન પ્લેયર્સને જ્યારે જાણ થઈ કે ફિઝિયો યોગેશ કોરોના સંક્રમિત મળી આવ્યો છે ત્યારે તે ગભરાઈ ગયા હતા. જેનું મોટુ કારણ એ હતું કે તેમને દરરોજ યોગેશ જ મસાજ કરી આપતો હતો તથા અન્ય ટ્રેનિંગ સેશનમાં પણ મદદ કરતો હતો. આ દરમિયાન મોટાભાગના ખેલાડીઓ ભયભીત થઈ ગયા હતા કે તે પણ પોઝિટિવ ન થઈ જાય. આવી પરિસ્થિતમાં જો તેમણે મેચ રમવાની ના પાડી તો આ વાતનો મુદ્દો ઉઠાવીને તમના પર નિશાન સાધવું યોગ્ય કહેવાય નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments