ક્રિકેટ : કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ઉત્સુક, કહ્યું- લાંબા ફોર્મેટ માટે આ જરૂરી છે

0
39

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆતથી બહુ ઉત્સુક છે. તેમજ ખુશ પણ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ માટે સાચા સમયે આની શરૂઆત થઇ રહી છે. લાંબા ફોર્મેટને આની જરૂર હતી. આનાથી બાઈલેટરલ સિરીઝનું મહત્વ વધશે અને તેમજ ટીમો વધુ યોજનાઓ સાથે મેદાને ઉતરશે. ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વર્લ્ડની ટોપ-9 ટીમો આગામી 2 વર્ષ એકબીજા સામે રમશે અને 2 વર્ષના અંતે ટોપની 2 ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.

ટીમને કહ્યું કે ભૂલતા નહીં કે સારો દેખાવ કર્યો હતો

  • વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા પછી ટીમને કહ્યું હતું કે આપણે ટૂર્નામેન્ટમાં જે રીતે રમ્યા, તેના પર તમને ગર્વ હોવો જોઈએ. તમે ક્યારેય ન ભૂલતા કે આપણું પ્રદર્શન સારું રહ્યું હતું. જ્યારે તમે પોતાને ક્રેડિટ આપવાનું બંધ કરી દો છો, ત્યારે તમે પોતાના પર કારણ વગરનું દબાણ નાખવાનું શરૂ કરો છો. હાર અને જીતમાં બેલેન્સ જાળવી રાખવું અગત્યનું છે.
  • જયારે તમને પોતાના પર વિશ્વાસ હોય છે અને તમે મારુ શ્રેષ્ઠ આપો છો ત્યારે તમારું કેરેક્ટર મજબૂત થાય છે. અમારા માટે હારનો સામનો કરવો સરળ ન હતો, ખાસ કરીને ત્યારે જયારે અમને ખબર હતી કે અમે બહુ ભૂલો કરી ન હતી. તમે ભૂલો કરી હોય તો તેનો સ્વીકાર કરીને આગળ ચાલવું સરળ છે. પરંતુ આ રીતે બહુ તકલીફ થાય છે. સવારે ઉઠીને તમે વિચારો છો કે અમે કઈ ભૂલ કરી નથી, તેમ છતાં ટૂર્નામેન્ટની બહાર છીએ.

હું નથી ઈચ્છતો કે યુવા ખેલાડીઓ મેં કરેલી ભૂલો રિપીટ કરે

  • યુવા ખેલાડીઓ ઋષભ પંત, શ્રેયસ ઐયર અને શુભમન ગિલમાં જે કોન્ફિડન્સ છે, તે અદભુત છે. મેં પહેલા પણ કહ્યું હતું કે 19-20 વર્ષની વયે અમે તેમના જેટલું સારું ક્રિકેટ રમી શકતા ન હતા. આઇપીએલના લીધે તેઓ પોતાની સ્કિલ્સ પર કામ કરી શક્યા છે. આઇપીએલ ઇન્ડિયન ક્રિકેટને ઘણું આગળ લઇ ગયું છે.
  • આઈપીએલના લીધે યુવા ક્રિકેટર્સને બહુ જલ્દી જ મોટા સંખ્યામાં હાજર પ્રેક્ષકો સામે રમવા મળે છે. તેઓ ઓછા સમયમાં દબાણમાં કઈ રીતે રમવું તે શીખી રહ્યા છે. સૌથી મહત્ત્વનું એ છે કે તેમને આ સ્ટેજનો એક જ રીતે ઉપયોગ કરવો જોઈએ કે, મારે દેશ માટે રમવું છે. મેં આ તમામ યુવા ખેલાડીઓમાં આ લાગણી જોઈ છે.
  • મારા શરૂઆતના દિવસોમાં મેં ઘણી ભૂલો કરી હતી. મારો ફોકસ સેટ ન હતો અને હું ખોટી દિશામાં વિચારી રહ્યો હતો. પરંતુ પછી મેં પોતાની જાતને સંભાળ્યો હતો અને આજે જે મુકામ પર છું તેનાથી ઘણો ખુશ છે. હું નથી ઈચ્છતો કે તેઓ પણ એજ ભૂલો કરે. તેમણે સમજવું જોઈએ કે તેમની સાથે કઈ રહેશે તો તે તેમનું પરિશ્રમ છે.

2012 પછી મારી માનસિકતામાં બદલાવ આવ્યો

  • 2012માં ઓસ્ટ્રેલિયામાં રમ્યા પછી હું સમજ્યો હતો કે ક્રિકેટની દુનિયા બહુ ઝડપથી બદલી રહી છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વધુ ને વધુ ફિટ થઇ રહ્યા હતા. તેમજ લાંબા સમય માટે બેટિંગ અને બોલિંગ કરી રહ્યા હતા. સતત સારા એરિયામાં બોલિંગ કરતા હોવાથી હું વિચારતો હતો કે તેઓ લાંબો સમય સુધી આ પ્રકારની ડિસિપ્લિન કઈ રીતે જાણવી શકે છે? પછી મને ખ્યાલ આવ્યો કે બંને ટીમ વચ્ચે એકમાત્ર જે ફર્ક- ફિટનેસ છે.
  • મારે તરત જ મારી ફિટનેસ સુધારવી હતી અને બધાથી પાછળ રહેવું ન હતું. તમે જોઈ શકો છો હવે અમારી આખી ટીમ કેટલી ફિટ છે. અમારા ફાસ્ટ બોલર્સ ટેસ્ટ મેચમાં દિવસના છેલ્લા સેશનમાં પણ 150ની ઝડપે બોલિંગ કરે છે. તેમનું માઈન્ડસેટ ક્લિયર છે, કારણકે તેમનું શરીર તેમને સાથ આપે છે.

ટીમમાં બધા એકસરખા છે

  • ટીમમાં કોઈને ખિજાવવાનો માહોલ હવે રહ્યો નથી. હું જેટલો ફ્રેન્ડલી કુલદીપ યાદવ સાથે છું એટલો જ ફ્રેન્ડલી એમએસ ધોની સાથે છું. ડ્રેસિંગરૂમનું વાતાવરણ એવું છે કે કોઈ પણ કોઈને કઈ પણ કહી શકે છે. હું કોઈને બોલાવીને કહું છું કે જો ભાઈ, મેં આ ભૂલ કરી હતી, તું ના કરતો!

વિરાટ કોહલી ફાઉન્ડેશન વિશે

  • વિરાટ કોહલી ફાઉન્ડેશન દર વર્ષે એથ્લેટ ડેવેલપમેન્ટ પ્રોગ્રામમાં મિનિમમ 2 કરોડ રૂપિયાની સહાય કરે છે. અત્યારે 17 એથ્લેટ્સ અમારી ફાઉન્ડેશન હેઠળ ગોલ્ફ, ટેનિસ, આર્ચરી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, બોક્સિંગ, સ્કવોશ અને બાસ્કેટબોલની તૈયારી કરી રહ્યા છે. અમારી ફાઉન્ડેશન એથ્લેટના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટનું ધ્યાન રાખે છે. તેમને બેસ્ટ કોચીસ મળે ત્યાથી લઈને, તેમના ટ્રાવેલિંગ અને અન્ય બધી વસ્તુઓ જેની એક એથ્લેટને જરૂર હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે.
  • હાર-જીત તો રમતનો ભાગ છે. અમે તેમને સપોર્ટ કરીએ છીએ. તેઓ સતત પરિશ્રમ કરી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે દેશ માટે આવતા વર્ષે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here