ગાંધીનગર : ક્રિકેટ ટુર્નામેન્ટ જીત્યા પછી વિજય સરઘસ કાઢનારા 200નાં ટોળાં સામે ગુનો દાખલ

0
5

ગાંધીનગર તાલુકાના છાલા ગામના યુવકોએ નાઈટ ટુર્નામેન્ટમાં જીતના ઉન્માદમાં ડીજે સાથે વિજય સરઘસ કાઢતાં પોલીસે ગુનો નોંધ્યો છે. કોરોનાના સંક્રમણને પગલે એક તરફ વધુ લોકો એકઠા થવા પર, વિજય સરઘસ વગેરે પર પ્રતિબંધ છે. ત્યારે છાલા ગામના 200 જેટલા યુવકોએ બાઈક અને ડીજીના તાલે ગિયોડથી છાલા સુધી સરઘસ કાઢ્યું હતું. જેનો વીડિયો વહેતો થતાં ચિલોડા પોલીસે ગામના 3 યુવક સહિત 200નાં ટોળા સામે ગુનો નોંધ્યો હતો. ગાંધીનગર તાલુકામાં ગિયોડ પાસે સાતથી આઠ ગામના યુવકોની ટીમ વચ્ચે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધા યોજાઈ હતી.

શુક્રવારે રાત્રે ફાઇનલ મેચમાં હિંમતનગર-ચિલોડા હાઈવે પર આવેલા છાલા ગામના યુવકોની ટીમ જીતી ગઈ હતી. જીતના ઉન્માદમાં આવને ડીજેના તાલ સાથે સરઘસ કાઢીને છાલા તરફ પહોંચ્યા હતા. બાઈક રેલીમાં 70 જેટલાં બાઈકો હતા, જેના પર 200 જેટલા યુવકો હતા. આ સરઘસનો વીડિયો રાત્રીના સમયે જ વહેતો થતાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ રાત્રે જ તપાસના આદેશ આપી દીધા હતા.

Dysp એમ.કે. રાણા
Dysp એમ.કે. રાણા

 

વીડિયોના આધારે પોલિસે તપાસ કરી એપેડેમીક એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ રેલીમાં DJ સાથે મોટી સંખ્યામાં યુવકો બાઇક લઈને નીકળ્યા હતા.Dysp એમ કે રાણા એ જણાવ્યું હતું કે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચીલોડા પોલીસ ત્યાં પહોંચી પણ લોકો ત્યાંથી ભાગી ગયા હતા.વિડીયોના આધારે DJ સાઉન્ડ અને લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક લોકોને પોલીસે ઓળખી લીધા છે.જેમની ધરપકડ કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

અગાઉ રાજકીય પક્ષોના નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાડ્યા હતાં
અગાઉ રાજકીય પક્ષોના નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાડ્યા હતાં

 

જનતા પણ નેતાઓના રવાડે ચઢી

કોરોના કાળ વચ્ચે પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાડ્યા હતાં. તે ઉપરાંત ચૂંટણીની જીતની ખુશીમાં વિજય સરઘસો કાઢ્યાં હતાં. તાજેતરમાં તાપીમાં પણ પૂર્વ મંત્રી કાંતિ ગામિતને ત્યાં યોજાયેલા પ્રસંગમાં પણ લોકોની મોટી ભીડ ઉમટતાં તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સૌરભ પટેલ સહિતના નેતાઓએ કોરોના કાળમાં ભીડ ભેગી કરતાં નિયમો ભૂલાયાં હતાં. ગાયક ગીતા રબારી, કિંઝલ દવે અને ભાજપના ધારાસભ્યો તેમજ નેતાઓ પણ જાહેરમાં ભીડ એકઠી કરીને કોરોનાની મહામારીમાં બેદરકારી દાખવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here