Tuesday, April 16, 2024
Homeઅમદાવાદ : ભૂમાફિયા મુકેશ દેસાઈની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ,
Array

અમદાવાદ : ભૂમાફિયા મુકેશ દેસાઈની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ,

- Advertisement -

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મુકેશ દેસાઈ નામના ભૂમાફિયાની ધરપકડ કરી છે. શહેરમાં કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજો બનાવવા અને જમીનોમાં ખોટા દાવાઓ કરનાર મુકેશ દેસાઈ પોલીસના સકંજામાં આવી ગયો છે. આ આરોપી 20 ગુનાઓમાં સંડોવાયેલો છે.

નારણપુરામાં રહેતા મીનાબેન 3 હજાર વારનો પ્લોટ પોતાના માલિકીનો આરોપી જમીન ભુમાફિયા મુકેશ દેસાઈએ ખોટા દસ્તાવેજ બનાવીને પચાવી પાડ્યો હતો. જેની જાણ મૂળ માલિક મીનાબેન ખબર ન હતી પરંતુ આરોપી મુકેશ દેસાઈ નારણપુરા મકાન વેચવા માટે ન્યુઝ પેપરમાં જાહેરાત આપી હતી.

ત્યાર બાદ મકાન માલિક મીનાબેન જાણ થતાં કાઈમ બ્રાંચમાં મુકેશ દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારથી મુકેશ દેસાઈ ભાગતો ફરતો હતો. જેને કાઈમ બ્રાંચે આજે ઝડપી પાડ્યો છે. કાઈમ બ્રાંચ ગિરફતમાં રહેલ જમીન ભુમાફિયા મુકેશ દેસાઈ વિરુદ્ધ 20થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે.

જો કે શાહપુર, નિકોલ અને કાઈમ બ્રાંચના આમ ત્રણ ગુનામાં આરોપી મુકેશ દેસાઈ નાસ્તો ફરતો હતો. અત્યાર સુધીના તમામ ગુનાઓ આરોપી મુકેશ દેસાઈએ અલગ અલગ કરોડો રૂપિયાની જમીનોના ખોટા દસ્તાવેજ બનાવીને જમીનોમાં લેટિગેશન ઉભા કરી ખોટા દાવાઓ કરીને જમીનની જગ્યા વિવાદિત કરી નાખતા. જેનાથી કોઈ પણ જમીન ખરીદી ન શકે અને જમીન વેચવા માટે જમીન ભુમાફિયા આરોપી મુકેશ દેસાઈ પૈસા પડાવતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular