અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ તોડબાજ PSI શ્વેતા જાડેજાના ઘરે પહોંચી

0
15

કેશાદ શહેરમાં PSI શ્વેતા જાડેજા વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદ બની ‘ટોક ઓફ ધી ટાઉન’

35 લાખ રૂપિયાના તોડ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કેશોદમાં તોડબાજ મહિલા PSI શ્વેતા જાડેજાના ઘરે પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસ કરવા માેડી રાત્રે PSIના ઘરે પહા ઘર તે પહોંચી હતી. જો કે ઘરને તાળા લાગેલા હતા. તો બીજી તરફ પોલીસને સીસીટીવી હાથ લાગ્યા છે.

તો બીજી તરફ કેશાદ શહેરમાં પીએસઆઇ વિરૂધ્ધ નોંધાયેલા ફરીયાદ ટોક ઓફ ધી ટાઉન બની ગઇ છે. કેશોદમાં આ મહિલા પીએસઆઇ વિશે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તેઓ કપડાના અને જ્વેલરીના ખુબ જ શોખિન છે અને તેમને ફરવું ખુબ જ ગમે છે. તથા તેઓ આલિશાન કાર ફેરવવા માટે પણ ઓળખાય છે. આમ આ મહિલા પીએસઆઇ પોતાના સરકારી પાવરનો ઉપયોગ કરી પોતાના શોખ પૂરા કરે છે તેવી પણ લોકોમાં ચર્ચા છે.

જણાવી દઈએ, મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા હોવા મામલે કોર્ટે પીએસઆઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ તરફથી કોર્ટમાં મહિલાના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ મામલે સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે 35 લાખના લાંચ લીધાનો આક્ષેપ થયો છે તેમાંથી 20 લાખનો હિસાબ મળી ગયો છે. મહિલા વતી તેના સગાએ આંગડિયા મારફતે આ રકમ સ્વીકારી હતી.

હજુ 15 લાખનો હિસાબ મેળવવાનો બાકી છે. લાંચ માંગવા મામલે મહિલા પીએસઆઈને સાથે રાખીને તપાસ કરવાની હોવાથી સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાંથી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here