કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કાયદો અને વ્યવસ્થાને લઇને ઉત્તર પ્રદેશની સરકારને આડે હાથ લીધી છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં સતત વધી રહેલા અપરાધ પર કહ્યું કે મારા ટવિટનો જવાબ અધિકારીઓ ગમે તે આપી દે છે.આ અગાઉ પ્રિયંકા ગાંધીએ ટવિટર લખ્યું હતું કે રાજ્યમાં ખુલ્લેઆમ અપરાધીઓ ફરી રહ્યાં છે તેમ છતાં રાજ્ય સરકાર પર કોઇ અસર જોવા મળતી નથી. આ અગાઉ પણ પ્રિયંકા ગાંધીએ ટવિટ કરી લખ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર મહિલા અને બાળકીઓની સુરક્ષાની જવાબદારી કયારથી લેવાની શરૂઆત કરશે?
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવેલ ટવિટ પર યુપી પોલીસે જવાબ આપ્યો હતો. યુપી પોલીસે ટવિટમાં લખ્યું હતું કે ગંભીર અપરાધમાં પોલીસ તરફથી અપરાધીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને યૂપી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વીટમાં યૂપીમાં વધી રહેલી ગુનાખોરી અંગે ફોટો પણ શેર કર્યો છે.
પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યો કે યુપી સરકારના નેતાઓ રાજ્યમાં સતત વધી રહેલા ગુનાઓના મારા ટ્વીટ પર ગમે તેમ જવાબો આપી રહ્યા છે. પણ જૂની કહેવત છે કે, હાથ કંગનનો આરસી ક્યા… પઠે લિખે કો ફારસી ક્યાં… ઉત્તર પ્રદેશમાં ગુનેગારોના કારનામા ચરમસીમા પર છે અને જનતા પૂછી રહી છે કે આવું કેમ ?