Monday, September 20, 2021
Homeસંકટ : કોન્ગોમાં ઇબોલા વાયરસનાં જોખમને જોતા WHOએ આંતરરાષ્ટ્રીય જાહેર સ્વાસ્થ્ય આપાતકાળ...
Array

સંકટ : કોન્ગોમાં ઇબોલા વાયરસનાં જોખમને જોતા WHOએ આંતરરાષ્ટ્રીય જાહેર સ્વાસ્થ્ય આપાતકાળ ઘોષિત કર્યો

હેલ્થ ડેસ્ક: દુનિયાભરનાં લોકોના જીવન ઉપર અત્યારે સૌથી વધુ વાયરલ ઇન્ફેક્શનનું જોખમ તોડાઈ રહ્યું છે. આ વાયરલ ઇન્ફેક્શનનું નામ છે ઇબોલા. ઇબોલા વાયરસ ખૂબ જ ખતરનાક છે. તેનાથી થતી બીમારીના કોમ્પ્લિકેશન જીવલેણ સાબિત થયાં છે જે 90% છે. આ વાયરસથી પીડાઈ રહેલા 100માંથી 90 વ્યક્તિઓનું મોત નિશ્ચિત છે.

આફ્રિકાના કોન્ગો દેશમાં ઓગસ્ટ 2018માં પ્રથમ વખત ઇબોલા ફાટી નીકળ્યું હતું. ત્યારે 1600 લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું હતું. અત્યારે આ બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તે અન્ય દેશમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિને જોતા WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશન)એ ઇબોલાને આંતરરાષ્ટ્રીય જાહેર સ્વાસ્થ્ય આપાતકાળ (ઇન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી) ઘોષિત કર્યો છે. WHOનાં જણાવ્યા અનુસાર કોન્ગોમાં વાયરસ ફેલાવાનું જોખમ ઊંચું છે. કોંગોમાં સંક્રમિત વ્યક્તિના દફનવિધિમાં હાજરી આપ્યા બાદ એક પરિવારે યુગાન્ડામાં પ્રથમ વાાર આ વાયરસ લાવ્યો હતો. ઇબોલાએ દક્ષિણ- પશ્રિમ આફ્રિકાનાં દેશામાં વર્ષ 2014થી 2016 સુધી 11,000 લોકોનો ભોગ લીધો હતો.

ઇબોલા હાયરિસ્ક પ્રોબ્લેમ 
who દ્વારા જાગૃતતાના અભિયાન છતાં ઇબોલા અવિકસત અને વિકાસશીલ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કારણ કે, આવા દેશોમાં સ્વાસ્થાયની કાળજી અને આરોગ્ય સંશાધનોની ઉણપ જોવા મળતી હોય છે. તેના કારણે બીમારીને ફેલતા રોકી શકતી નથી. જોકે ભારત આ જીવલેણ વાયરસ થી સુરક્ષિત છે. પરંતુ WHO એ આંતરરાષ્ટ્રીય આપાતકાળ જાહેર કરતાં સાવચેત રહેવું જરૂરી છે.

કેવી રીતે ફેલાય છે ઇબોલા

  • આ વાયરસથી ચેપીત પ્રાણીઓને કાપવાથી અથવા ખાવાથી ફેલાય છે.
  • આ વાયરસની ઝપેટમાં આવેલા લોકોના પરસેવા, લોહી અથવા બીજા પદાર્થોથી આ વાયરસ ફેલાય છે તેથી ઇબોલાના દર્દીઓને આઇસોલેશનમાં રાખવા માં આવે છે.
  • વાયરસયુક્ત લોકોની મોત બાદ પણ આ વાયરસ ના સંક્રમણનો ભય રહે છે. દર્દીના પાર્થિવ શરીરના સંપર્કમાં આવવાથી પણ વાયરસ ફેલાય છે.
  • સંક્રમિત ચામડચીડિયાના મળ-મૂત્રથી પણ આ વાયરસ ફેલાય છે.

ઇબોલાના લક્ષણ

  • મોં, કાન, નાકમાંથી લોહી વહેવું
  • ઉલ્ટી થવી અને પેટમાં દુખાવો
  • શરરીમાં વેદના થવી
  • કમજોરી અને ફ્લૂ જેવા લક્ષણો
  • શરીર પર દાણાં નીકળવા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments