મગરના ગળામાં ૪ વર્ષથી ટાયર ફસાયું છે, ટાયર કાઢનાર માટે ઈનામની જાહેરાત

0
32

૧૩ ફુટ લાંબા મગરના ગળામાંથી ટાયર કાઢવાના અત્યાર સુધીના દરેક પ્રયાસ નિષ્ફ્ળ રહ્યા છે

મગરને ટાયરથી છૂટકારો નહીં મળે તો તેનું મૃત્યુ થઈ શકે છે

ઈનામમાં કેટલા રૂપિયા મળશે તેની ચોખવટ કરી નથી

સુલાવેસીઃ ઇન્ડોનેશિયામાં વર્ષ ૨૦૧૬થી એક મગર દુનિયાભરના લોકો માટે આકર્ષણ અને ચર્ચાનો વિષય બન્યો છે. આ ૧૩ ફુટ લાંબા મગરના ગળામાં બાઈકનું ટાયર ફસાઈ ગયું છે. સેન્ટર સુલાવેસી ક્ષેત્રના અધિકારીઓએ અત્યાર સુધી મગરના ગળામાંથી ટાયર કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા અંતે થાકીને તેમણે ટાયર કાઢનાર માટે ઈનામ જાહેર કર્યું છે.

ગળામાં ફસાયેલું ટાયર મગરનો જીવ લઈ શકે છે

સ્થાનિક મીડિયા પ્રમાણે, ગળામાં ફસાયેલા ટાયર સાથેનો મગર પ્રથમવાર વર્ષ ૨૦૧૬માં પાલુ નદીમાં દેખાયો હતો. સેન્ટ્રલ સુલાવેસીની નેચરલ રિસોર્સ કન્ઝર્વેશન ઓફિસે જણાવ્યું કે, જો આવનારા સમયમાં પણ મગરના ગળામાં આ ટાયર રહેશે તો તેનું મૃત્યુ થઈ શકે છે. આ માટે અમે તેને ટાયરથી મુક્ત કરવા માટે એક સ્પર્ધા વિચારી છે. જે વ્યક્તિ આ ટાયરથી મગરને છૂટકારો અપાવશે તેને ઈનામ આપવામાં આવશે. જો કે, ઈનામમાં કેટલા રૂપિયા આવશે તે અંગે કોઈ ચોખવટ કરી નથી.

અત્યાર સુધીના ટાયર કાઢવાના દરેક પ્રયાસ નિષ્ફ્ળ

મગરના ગળામાંથી ટાયરને કાઢવા માટે વર્ષ ૨૦૧૮માં સંરક્ષણવાદી અને પશુ નિષ્ણાંત મોહમ્મદ પણજીએ પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ વનવિભાગની ટીમે પણ માણસ ખવડાવવાના બહાને ટાયર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓ નિષ્ફ્ળ રહ્યા. મગરના ગળામાં આ ટાયર આવ્યું ક્યાંથી તે તો ખબર નથી પણ સ્પર્ધાને લીધે તેને ટાયરથી ટૂંક સમયમાં છૂટકારો મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here