નીતિન પટેલના હસ્તે ઊંઝા તાલુકાના ખેડૂતોને પાક સહાય ચેક અર્પણ કરાયા

0
0

ઊંઝા તાલુકાના ખેડૂતોને પાક સહાય ચેક નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હસ્તે અપાયા હતા. ઉપરાંત ઉનાવા જિલ્લા સીટના ખેડૂતોને ટ્રી ગાર્ડ, ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન, સહકારી મંડળી બાંધકામ સહાય ચેક, અકસ્માત સહાય ચેક અર્પણ કરાયા હતા. નિતીન પટેલે ઊંઝામાં મા ઉમિયા અને ઐઠોરમાં ગણપતિ દાદાનાં દર્શન પણ કર્યા હતા. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન પટેલ દિનેશભાઇ, ધારાસભ્ય ર્ડા. આશાબેન પટેલ, રજનીભાઇ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ડિરેક્ટરગણ, મામલતદાર, ચીફ ઓફિસર, ટી.ડી.ઓ, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.

જ્યારે સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલ હાજર રહી શક્યા ન હતા. નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર સાથે સહકારી તંત્ર પણ ખેડૂત માટે સજાગ હોવાથી 2022માં ખેડૂતની આવક બમણી થશે એમાં બેમત નથી. ધારાસભ્ય ર્ડા. આશાબેન પટેલે જણાવ્યું હતું કે ઊંઝા સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ બાકી હોઈ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here