આતંકવાદ ડામવા નકકર પગલાં ભરે પછી જ પાક. સાથે વાતચીત: ભારતે સાફ કર્યું

0
16

ન્યુયોર્ક તા.26
ભારરતે અમેરિકી સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદ ડામવા પાકિસ્તાન નકકર પગલાં ભરે પછી જ એની સામે વાત થઈ શકે. કમનસીબે, પાકિસ્તાન આ દિશામાં કોઈ કાર્યવાહી કરી રહ્યાનું જણાતું નથી.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની દખલ અને આતંકવાદી હુમલાઓ પાછળ તેની ભૂમિકાની વિગતો આપી હતી.


દ્વિપક્ષીય મંત્રણા અગાઉ ટ્રમ્પે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે તે ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાનના નેતાઓ એકબીજાને મળે અને સમજે. જો આવું થશે તો તેમના વચ્ચેની સમસ્યાનો ઉકેલ આવશે.
દ્વિપક્ષી મંત્રણા બાદ વિગતો આપતાં વિદેશ સચિવ વિજય ગોયલેએ જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન સાથે મંત્રણાની વિરુદ્ધ નથી, પણ તેણે આ માટે તેની છાતી પરથી પેદા થતા આતંકવાદને નાખવા અને આતંકી સંગઠનો સામે નકકર પગલાં ભરવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here