- Advertisement -
લંડન: ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનાં પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે શુક્રવારે વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં જીત બાદ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપની સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી નથી.
શોએબ મલિકે પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું હતું કે, હું વન ડે ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ રહ્યો છું. મેં કેટલાક વર્ષ પહેલા જ નિર્ણય કરી લીધો હતો કે હું આ વર્લ્ડ કપમાં પાક. ટીમની છેલ્લી મેચમાં નિવૃત્ત થઇશ. હવે હું મારા પરિવાર સાથે વધુ સમય પસાર કરી શકીશ તથા ટી20 પર વધુ ધ્યાન આપી શકીશ.
શોએબ મલિકે વન ડે ક્રિકેટમાં 9 સદી, 44 અડધી સદી સાથે 7534 રન તથા 158 વિકેટ હાંસલ કરી હતી.