જમ્મૂ-કાશ્મીરમાં પાક. ગોળીબારના લીધે એક જવાન શહીદ, આ વર્ષે 2700થી વધુ વખત સીઝફાયર તોડ્યું

0
3

જમ્મૂ. જમ્મૂ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં LoC પર શનિવારે પાકિસ્તાને ફાયરિંગ શરૂ કર્યું હતું. તેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. સત્તાવાર આંકડા પ્રમાણે, પાકિસ્તાને આ વર્ષે 2700થી વધુ વખત સીઝફાયર વાયોલેશન કર્યું છે. ગત વર્ષે તેની સંખ્યા 3168 અને 2018માં 1629 હતી. તેમાં 21 નાગરિકોના મોત થયા હતા જ્યારે 94 લોકો ઘાયલ થયા હતા.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યુ કે જવાન રોબિન કુમાર ગંભીર હતા. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. તેઓ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી હતા.

2020માં સૌથી વધુ વખત સીઝફાયર વાયોલેશન માર્ચમાં થયું

મહિનો સીઝફાયર વાયોલેશન
જાન્યુઆરી 367
ફેબ્રુઆરી 366
માર્ચ 411
એપ્રિલ 387
મે 382
જૂન 114

 

પુંછ સેક્ટરમાં જવાન શહીદ થયો હતો

લગભગ બે મહિના પહેલા પાકિસ્તાન તરફથી ગોળીબારમાં પુંછ સેક્ટરમાં એક ભારતનો જવાન શહીદ થયો હતો. બે જવાન ઘયાલ થયા હતા. પાકિસ્તાને 12 જૂને ઉરી સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. તેમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઇ હતી.