ન્યૂ ઇયરને લઇને સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે જામી પ્રવાસીઓની ભીડ, ટિકીટની ઝેરોક્ષ વેચી રહ્યા છે એજન્ટ

0
19

નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યૂનિટી (Statue of Unity) પર નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવસીઓની ભીડ સતત વધતી જાય છે અને વ્યૂ ગેલેરીની ટિકીટ લગભગ બુક થઇ ચુકી છે. વહિવટીતંત્ર દ્વારા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતાં સુરક્ષા અને વ્યવસ્થા વધારી દેવામાં આવી છે, જેથી પ્રવાસીઓને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય, પરંતુ આ તમામ વાતો વચ્ચે એક નવો કિસ્સો સામે આવ્યો છે કે અહીં આવનાર પ્રવાસી અને એજન્ટ ગેલેરીમાં જવા માટે નવા નવા અખતરા કરી રહ્યા છે અને ટિકીટની ઝેરોક્ષ કરી વેચી રહ્યા છે અને પર્યટકોને લૂંટી રહ્યા છે.

આ મુદ્દે પર્યટકો દ્વારા હંગામો કરવામાં આવતા વહિવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને એજન્ટોને ટિકીટ ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓને અસુવિધા ન થાય તે માટે અહીં 12 નવા ટિકીટ કાઉન્ટ ખોલવામાં આવ્યા છે. સાથે જ પ્રવાસીઓ જ્યાં વાહન પાર્ક કરે છે ત્યાં જ પ્રવાસીઓને ટિકીટ મળી જ્યારે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને 7 નવા ટિકીટ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના સીઇઓ નીલેશ દુબેએ સ્પષ્ટ કર્યું હતું કે 28 થી 30 હજાર પર્યટકો અહીં રોજ આવે છે. જ્યાં ઘણી વાર એવું થાય છે કે બારકોડ રીડ થતું નથી, ભીડ વધુ હોવાથી આમ થાય છે, પરંતુ સ્ક્રેનિંગ માટે સર્તકતા વધારવામાં આવી છે.

જોકે અહીં ક્રિસમસથી લઇને 31 ડિસેમ્બર સુધી પ્રવાસીઓની બુકિંગ હાઉસફૂલ થઇ ચૂકી છે અને હવે પ્રવાસી ટિકીટ ઇચ્છી રહ્યા છે પરંતુ વધુમાં વધુ પ્રવાસીઓને ટિકીટ મળી શકે તેની સુવિધા કરવામાં આવી છે. સાથે જ લગભગ 100 બસોની સુવિધા વધારવામાં આવી છે, જેથી પ્રવાસીઓને વધુ સમસ્યા ન થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here