Friday, April 26, 2024
Homeલાખણી : વતન જતાં પરપ્રાંતીયો માટે કે.કે.ભેદરું સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ક્રૂડ પેકેટ...
Array

લાખણી : વતન જતાં પરપ્રાંતીયો માટે કે.કે.ભેદરું સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ક્રૂડ પેકેટ આપવામાં આવ્યા

- Advertisement -

લાખણી : કોરોના મહામારી ના કારણે ચાલી રહેલા લોક ડાઉને રાજ્યમાં રહેતા પરપ્રાંતીયો ની રોજી છીનવી લીધી છે ત્યારે રાજ્ય સરકારે પરપ્રાંતીયો પોતાના વતનમાં મૂકવાનું ચાલુ કર્યું છે.

 

 

આજે બનાસકાંઠાના લાખણી તાલુકામાં રહેતા 80 જેટલા પરપ્રાંતીયોને પોતાના વતનમાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લાખણી માંથી વતન તરફ જઈ રહેલા લોકો માટે કે.કે. ભેદરુ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા 100 જેટલી ફૂડ પેકેટ અને માસ્ક ની સગવડ કરવામાં આવી હતી. એક ફૂડ પેકેટની કીટ પાછળ 100 રૂપિયા ખર્ચ કરી બનાવવામાં આવી છે એવું ટ્રસ્ટ પ્રમુખ લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં લાખણી મામલતદાર વિભાગના અધિકારીઓ,આરોગ્ય વિભાગના અધિકારીઓ, લાખણી સરપંચ નાંનજીભાઈ પટેલ હાજર રહ્યા હતા .ઉલ્લેખનીય છેકે કોઈ પણ સેવાના કાર્યમાં લાખણી તાલુકામાં કે.કે. ભેદરું ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહ્યું છે. કે. કે ભેદરૂ ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઇ પટેલની આ સેવાકીય કામગીરીને પરપ્રાંતીયોએ તથા ગામલોકોએ બિરદાવી હતી.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular