અમદાવાદ : કાસીન્દ્રા ગામે ખેતરમાં એકલી રહેતી વિધવાની ક્રૂર રીતે કરાઈ હત્યા, માથું અને આંખ ફોડી લાશને ફેંકી કૂવામાં

0
17

અમદાવાદ નજીક આવેલા કાસીન્દ્રા ગામે ખેતરમાં એકલી રહેતી વિધવાની ક્રૂર રીતે હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી. હત્યારાએ ઓરડીમાં પહેલા હત્યા કરી હતી, બાદમાં લાશને થોડે દુર આવેલા કુવામાં ગોદડા સાથે બાંધી ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પતિના અવસાન બાદ વિધવા ખેતરમાં ઓરડી બાંધી રહેતા હતા

આંબલી ગામમાં ચુનારાવાસમાં રહેતા જશુભાઈ ચુનારાના બહેન શોભનાબેનના લગ્નના પાંચ વર્ષ બાદ તેમના પતિનું અવસાન થઈ ગયું હતું. સંતાનમાં ત્રણ બાળકો છે. કાસીન્દ્રા ગામે શોભનાબેનની જમીન આવેલી હોવાથી ખેતરમાં ઓરડી બાંધી રહેતા હતાં. બુધવારે સવારે તેમના દૂરના સગાને શોભનાબેન ઓરડીમાં જોવા ન મળતા અને લોહીના ડાઘ દેખાતા તેમના ભાઈને જાણ કરી હતી. દરમ્યાનમાં અસલાલી પોલીસ, જશુભાઈ અને તેમના સગા ઓરડી પાસે આવી ગયા હતાં. ઓરડીમાં શોભનાબેન ન મળતા આસપાસમાં તપાસ કરી હતી.

લાશ કૂવામાં ગાદલું અને દુપટ્ટા બાંધેલી હાલતમાં હતી

નેળિયામાં અવાવરું કૂવામાં ગાદલું અને દુપટ્ટા બાંધેલી એક લાશ જેવું દેખાતા તાત્કાલિક ત્યાં પોલીસ પોહચી હતી. લાશને બહાર કાઢીને જોતાં શોભનાબેનની લાશ હતી તેમના માથા અને આંખને ફોડી હત્યા કરી નાખવામાં આવી હતી. માંસના લોચા પણ બહાર આવી ગયા હતા. અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here