ઉત્તર પ્રદેશ પોલીસની નિર્દયતા : માસ્ક નહીં પહેરવાની બાબતે યુવકના હાથ-પગમાં ખીલ્લીઓ ખોંસી

0
6

કોરોના કાળમાં ઉત્તર પ્રદેશ પોલીસનો ભયાનક ચહેરો લોકો સમક્ષ આવ્યો છે. પોલીસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવવા માટે નિર્દયતાની તમામ હદ વટાવી દીધી છે. બરેલીના પોલીસ સ્ટેશન બારાદરીના જોગી નવાડામાં પોલીસે માસ્ક ન પહેરનાર એક યુવકના હાથ અને પગમાં ખીલ્લી ખોંસી દીધી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ત્યાંજ રાયબરેલીમાં 5 યુવકોને આખી રાત પોલીસ સ્ટેશનમાં ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો અને મઉમાં એક યુવકને મારતા-મારતા પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો.

રાતે 10 વાગ્યે ઘરની સામેથી પોલીસે ધરપકડ કરી, ખીલ્લી મારી હોવાની વાત નકારી

બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રંજીતના હાથ અને પગમાં ખીલ્લી ખોંસેલી જોવા મળી હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે રાતે ઘરની બહાર બેઠો હતો ત્યારે પોલીસની ટૂકડી આવી અને તેને સ્ટેશને લઇ ગઇ હતી. પોલીસે રંજીતના હાથ-પગમાં ખીલ્લીઓ ખોંસી હોવાનો આક્ષેપ પણ પરિવારના સભ્યોએ લગાવ્યો હતો.

રંજીતની માતા શીલા દેવીએ પણ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે, SSP રોહિત સજવાણે તમામ આક્ષેપની ખંડણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે યુવકે 24 મેના રોજ પોલીસ સાથે અભદ્રતા કરી હતી. માસ્ક પહેર્યા વગર બહાર ફરી રહ્યો હતો. એના વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી, ધરપકડ ન થાય એટલે આ યુવક વ્યૂહરચના ઘડી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here