Wednesday, October 20, 2021
Homeબોલીવૂડક્રૂઝ ડ્રગ્સ કેસ : શત્રુધ્ન સિંહાએ કહ્યું, 'ઇન્ડસ્ટ્રીના લોકો ડરપોક છે, કોઈ...

ક્રૂઝ ડ્રગ્સ કેસ : શત્રુધ્ન સિંહાએ કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીના લોકો ડરપોક છે, કોઈ આગળ આવવા તૈયાર નથી’

 

બોલિવૂડ એક્ટર તથા રાજકારણી શત્રુધ્ન સિંહાએ હવે આર્યન ખાનના ડ્રગ્સ કેસ અંગે વાત કરી છે. શાહરુખના દીકરા અંગે વાત કરતાં શત્રુધ્ન સિંહાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને માત્ર ડરપોક જ નથી ગણાવી પરંતુ એમ પણ કહ્યું હતું કે શાહરુખનો દીકરો હોવાને કારણે આર્યનને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યનની ધરપકડ થયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાંક લોકો શાહરુખા સપોર્ટમાં આવ્યા હતા. જોકે, ઘણાં સેલેબ્સે આ અંગે કોઈ જ નિવેદન આપ્યું નથી. ઘણાં લોકો માને છે કે આર્યન ખાનને માત્ર એટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો, કારણ કે તે શાહરુખનો દીકરો છે.

ઇન્ડસ્ટ્રીમાં ડરપોક લોકો, કોઈ આગળ આવવા માગતું નથી.
શત્રુધ્ન સિંહાને જ્યારે પૂછવામાં આવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ભેગા થવામાં તથા શાહરુખનો સપોર્ટ કરવામાં આટલું મોડું કેમ કર્યું તો એક્ટરે જવાબ આપ્યો હતો, ‘કોઈ પણ આગળ આવવા માગતું નથી. દરેક લોકો વિચારે છે કે આ બીજાની મુશ્કેલી છે અને તેણે જ આની સાથે ડીલ કરવી જોઈએ. તે લોકો ઈચ્છે છે કે વ્યક્તિ પોતાની લડાઈ જાતે જ લડે. આ ઇન્ડસ્ટ્રી ડરપોક લોકોથી ભરેલી છે. ગોદી મીડિયાની જેમ જ તેઓ ગોદી કલાકાર છે.’

ધર્મને કારણે ટાર્ગેટ કરાય છે તે વાત સાચી નથી
શત્રુધ્ન સિંહાએ આગળ કહ્યું હતું, ‘એવું કહેવું ખોટું છે કે શાહરુખના ધર્મને કારણે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જોકે, હા હવે કેટલાંક લોકો આ અંગે વાત કરી રહ્યા છે અને તે કોઈ પણ રીતે યોગ્ય નથી. જે કોઈ પણ ભારતીય છે, તે ભારતનો દીકરો છે. બંધારણ હેઠળ તમામ લોકો બરાબર છે.’

શાહરુખનો દીકરો હોવાને કારણે ટાર્ગેટ
શત્રુધ્ન સિંહાએ સ્વીકાર્યું હતું કે આર્યન ખાનને એટલા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યઓ છે, કારણ કે તે શાહરુખનો દીકરો છે. તેમણે કહ્યું હતું, ‘શાહરુખ જ કારણ છે, આ જ કારણે આર્યનને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. બીજા લોકો પણ છે, જેમ કે મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ..પરંતુ તેના વિશે કોઈ વાત કરતું નથી. ગઈ વખતે પમ એવું જ થયું હતું. તે સમયે તમામ ફોકસ માત્ર દીપિકા પાદુકોણ પર હતું. તે સમયે પણ અન્ય લોકો સામેલ હતાં, પરંતુ ફોકસ માત્ર દીપિકા પર હતું.’

કેટલાંક લોકો શાહરુખ સાથે હિસાબ બરોબર કરે છે
શત્રુધ્ન માને છે કે આર્યનના માધ્યમથી હવે કેટલાંક લોકો શાહરુખ સાથેના પોતાનો હિસાબ બરોબર કરે છે. શત્રુધ્ને કહ્યું હતું, ‘આ વખતે તેમની પાસે આર્યન ખાન છે અને તેની સાથે રમી શકે છે, કારણ કે તે શાહરુખનો દીકરો છે. હવે તેમની પાસે એક્ટરની સાથે હિસાબ બરોબર કરવાની પૂરી તક છે. આપણને ખ્યાલ છે કે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ને આર્યનની પાસેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું નથી. જો તેની પાસેથી ડ્રગ્સ મળ્યું હોત તો ત્યારે પણ એક વર્ષની સજા થઈ શકે છે, આ કેસમાં આવું કંઈ જ નથી.’

અનેક સવાલ ઉઠાવ્યા
વધુમાં શત્રુધ્ન સિંહાએ કહ્યું હતું, ‘આ કેસમાં એક મહત્ત્વનો સવાલ એ છે કે આર્યન તથા અન્ય લોકોની ધરપકડ કર્યા બાદ તેમનો બ્લેડ અને યુરિન ટેસ્ટ કેમ કરવામાં નથી આવ્યો? આ પ્રકારના કેસમાં આ ટેસ્ટ સામાન્ય વાત છે. અરબાઝ, આર્યન તથા મુનમુનની ધરપકડ સમયે એક રાજકીય પાર્ટીનો સભ્ય પંચ તરીકે હાજર હતો. તે NCBની ઓફિસની બહાર ફરતો હતો, જાણે કે કુંભના મેળામાં ફરતો હોય. તેના ઉપરાંત અન્ય એક વ્યક્તિને કોણે પરમિશન આપી? સૌથી મોટો સવાલ એ છે કે કેસની પૂરી તપાસ થયા પહેલાં તે ત્રણ લોકોને કેમ જવા દેવામાં આવ્યા? જે વ્યક્તિનો ક્રિમિનલ રેકોર્ડ છે, તે આર્યનની સાથે સેલ્ફી લે છે, જાણે કે તે ઘરનો જમાઈ હોય. આ બાબત એ તરફ ઈશારો કરે છે કે જે બતાવવામાં આવે છે, તેને બદલે ઘણું બધું છુપાવવામાં આવી રહ્યું છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments