ક્રૂઝ સર્વિસ : હઝીરા-દીવની સુરતીઓ દરિયાઇ મુસાફરીનો આનંદ માણી શકે માટે ટ્રિપની શરૂઆત

0
2

આજે સુરત (હઝીરા)થી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની વર્ચ્યુઅલ શરૂઆત કેન્દ્રીય પોર્ટ્સ,શિપિંગ અને વોટરવેઝમંત્રી મનસુખ માંડવિયા સાંજે 04.30 કલાકે કરાવશે. જોકે ક્રૂઝ સર્વિસ ક્યારથી શરૂ થશે અને એનો સમય શું હશે એની જાણકારી નજીકના દિવસોમાં આપવામાં આવશે. હઝીરા-દીવની સર્વિસ સાથે ખાસ સુરતીઓ દરિયાઇ મુસાફરીનો આનંદ માણી શકે એ માટે હઝીરાથી હઝીરાની હાઇ સી ટ્રિપની પણ શરૂઆત કરવામાં આવશે. સુરત (હઝીરા)-દીવ વચ્ચે શરુ થનારી ક્રૂઝની કેપેસિટી 300 પેસેન્જરની છે. હઝીરાથી દીવ પહોંચાડવામાં ક્રૂઝને 13થી 14 કલાકનો સમય લાગશે.

મનોરંજન ડેક
મનોરંજન ડેક

સિંગલ ટ્રિપના ભાડામાં ફૂડનો સમાવેશ
ક્રૂઝની 900 રૂપિયાની ટિકિટની સાથે ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વીઆઇપી લાઉન્જમાં અનલિમિટેડ ફૂડ અને શિપના તમામ ભાગમાં ફરવા માટેનું ભાડું 3000 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે ટ્રિપના એન્ટ્રી ભાડા ઉપરાંત લેવામાં આવશે. હઝીરા-દીવ વચ્ચે શરુ થનારી ક્રૂઝમાં 16 કેબિનો છે, જે મુસાફર એકલા માટે અથવા બે વ્યક્તિ માટે બુક કરાવી શકે છે. આ ઉપરાંત ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક પણ હશે.

વીઆઇપી લોંજ.
વીઆઇપી લોંજ.

ગેમિંગ લાઉન્જમાં ગેમ રમવા માટે કેબિન બુક કરાવનાર મુસાફરને સિંગલ વ્યક્તિ માટે 500 કોઈન અને બે મુસાફરો વચ્ચે 1000 કોઈન આપવામાં આવશે જે રિફંડેબલ હશે નહિ. આ સાથે હઝીરા-દીવ વચ્ચે શરૂ થનારી ક્રૂઝમાં એન્ટ્રી માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરાશે. વિઝિટર અને ગેસ્ટ એટલે કે પેસેન્જર માટે અલગ અલગ ક્યુઆર કોડ હશે. ફક્ત ગેસ્ટ જ ક્રૂઝમાં મુસાફરી કરી શકશે. વિઝિટરો ક્રૂઝ ઊપડતાંની સાથે જ ટર્મિનલ છોડવાનું રહેશે.

કેબિનનું 3500 રૂપિયા ભાડું

હઝીરા ટુ દીવ હઝીરા ટુ હઝીરા
શિડ્યૂલ સોમ, બુધ સોમ, બુધ, રવિ
સિંગલ ટ્રિપ 900 900
રાઉન્ડ ટ્રિપ 1700
કેબિન 3500 3500
કેબિન (બે વ્યક્તિ) 5000 5000
વીઆઇપી લાઉન્જ 3000 3000
ટ્રિપ ટાઇમ 13 કલાક 13 કલાક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here