Wednesday, January 19, 2022
Homeદેશક્રિપ્ટોકરન્સી પ્રોવાઇડર્સને ત્યાં DGGIના દરોડા, 70 કરોડની કરચોરી પકડાઇ

ક્રિપ્ટોકરન્સી પ્રોવાઇડર્સને ત્યાં DGGIના દરોડા, 70 કરોડની કરચોરી પકડાઇ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સ પર દરોડા બાદ દેશભરમાં અગ્રણી ક્રિપ્ટોકરન્સી સર્વિસ પ્રોવાઇડર્સને ત્યાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં મોટાપાયે કરચોરી સામે આવી છે. આ અગાઉ શુક્રવારે ડીજીજીઆઇએ જણાવ્યું હતું કે વઝીરએક્સની તપાસમાં 40.5 કરોડ રૂ.ની જીએસટી ચોરી પકડાઇ, જેના પર વ્યાજ-પેનલ્ટી સાથે 49.20 કરોડ રૂ. વસૂલાયા.

ત્યાર બાદ શનિવારે અંદાજે અડધો ડઝન સર્વિસ પ્રોવાઇડર્સને ત્યાં દરોડા પડ્યા, જે દરમિયાન અંદાજે 70 કરોડ રૂ.ની કરચોરી પકડાઇ છે. ડીજીજીઆઇએ કોઇનસ્વિચ કુબેર, કોઇન ડીસીએક્સ, વાયયુકોઇન તથા યુનોકોઇન એક્સચેન્જ પર દરોડા પાડ્યા છે. આ સર્વિસ પ્રોવાઇડર્સ ક્રિપ્ટોકરન્સી વોલેટ અને એક્સચેન્જ પ્લેટફોર્મની સુવિધા આપે છે, જ્યાં ટ્રેડર્સ, મરચન્ટ તથા સામાન્ય લોકો ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ કરી શકે છે. ટેક્સચોરી રોકવા માટે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરાઈ હતી. સીજીએસટી મુંબઈ ઝોનના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ તેમના અધિકારક્ષેત્રમાં આવનારા વધુ ક્રિપ્ટો પ્લેટફોર્મની તપાસ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular