Friday, March 29, 2024
HomeCSK VS RCB : પાર્થિવ પટેલને છોડતા રોયલ ચેલેન્જર્સની આખી ટીમ પાણીમાં...
Array

CSK VS RCB : પાર્થિવ પટેલને છોડતા રોયલ ચેલેન્જર્સની આખી ટીમ પાણીમાં બેસી ગઈ

- Advertisement -

તાહીરે ૯ રનમાં અને હરભજને ૨૦ રનમાં ૩-૩ વિકેટ ઝડપીને સપાટો બોલાવતા આઇપીએલની સૌપ્રથમ મેચમાં ચેન્નાઈ સામે બેંગ્લોર માત્ર ૭૦ રનમાં જ ખખડી ગયું હતુ. જવાબમાં ચેન્નાઈએ ૧૭.૪ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૭૧ રન કરતાં વિજય મેળવી લીધો હતો. આ સાથે ચોગ્ગા-છગ્ગા માટે જાણીતી આઇપીએલની ૧૨મી સિઝનનો સ્પિનરોના શાનદાર દેખાવ સાથે પ્રારંભ થયો હતો.

ચેન્નાઈએ આ સાથે બેંગ્લોર સામે સતત સાતમો વિજય મેળવ્યો હતો. તેમણે બેંગ્લોર સામે ૨૦૧૪ પછી અને ૨૦૦૮થી ઘરઆંગણે એક પણ મેચ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. ઓવરઓલ ચેન્નાઈએ બેંગ્લોર સામેની ૨૩મી મેચમાં ૧૫મી જીત હાંસલ કરી હતી.

બેંગ્લોરની ટીમ ટોસ ગુમાવીને બેટીગમાં ઉતરી હતી અને તેમની શરૃઆત આઘાતજનક રહી હતી. આખી ટીમમાંથી એકમાત્ર પાર્થિવ પટેલ ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યો હતો અને તેણે 29 રન કર્યા હતા. જ્યારે કોહલી 6, મોઈન અલી અને ડી વિલિયર્સ 9-9, હેતમાયેર 0, શિવમ દુબે 2 અને ગ્રાન્ધોમ 4 રને આઉટ થયા હતા. જવાબમાં ચેન્નાઈએ રાયડુના 28 અને રૈનાના 19ની મદદથી જીત હાંસલ કરી હતી.

ચેન્નાઈના સ્ટેડિયમની પીચની ઉગ્ર ટીકા થઈ હતી. ખાસ કરીને સોશિયલ મીડિયામાં ચાહકોએ આઇપીએલ જેવી ટુર્નામેન્ટની પ્રથમ મેચ આ પ્રકારની સ્લો અને ટર્ન લેતી પીચ પર રમાડવા બદલ આઇપીએલની ટીકા કરી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular