ક્યૂબામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સુનામીનું એલર્ટ જાહેર

0
16

જમૈકાના તટીય વિસ્તાર અને પૂર્વી ક્યૂબાની વચ્ચે કેરેબિયન સાગરમાં મંગળવારે સાંજે ભૂકંપનો તીવ્ર ઝટકો અનુભવાયો હતો. જમૈકા અને પૂર્વી ક્યૂબની વચ્ચે 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાતે આવેલા આ ભૂકંપના આંચકાની અસર મેક્સિકો અને ફલોરિડા સુધી જોવા મળી હતી.

  • ક્યૂબા દેશમાં શક્તિશાળી ભૂકંપના તેજ ઝટકા
  • રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઈ, ક્યૂબામાં સુનામીનુ એલર્ટ અપાયુ
  • મેક્સિકો, ફ્લોરિડા સુધીનો વિસ્તાર ધણધણ્યો

જો કે ભૂકંપના કારણે કોઇ જાનહાનિના અહેવાલ હજી સુધી પ્રાપ્ત થયા નથી. અમેરિકાના ભૂવિજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, ભૂકંપ મોટેગો બે અને જમૈકાના 140 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ અને નિકવૈરો, ક્યૂબાના 140 કિલોમીટર પશ્ચિમી-દક્ષિણીમાં કેન્દ્રિત હતું.

યુએસજીએસ અનુસાર ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 7.7 આંકવામાં આવી હતી. જ્યારે કેમેન દ્વીપ સમૂહમાં મોડી રાતે ફરી એકવાર રિકટર સ્કેલપર 6.1ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં લઇને અમેરિકાના વિજ્ઞાનિકોએ તટીય વિસ્તારમાં સુનામીને લઇને એલર્ટ જાહેર કરી દીધું છે.

પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર તરફથી જમૈકા અને તટીય વિસ્તારમાં સૂનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચેતવણીમાં જણાવાયું છે કે સુનામીની લહેરની અસર જમૈકા, બેલીજ, ક્યૂબા, હોંડુરાસ, મેક્સિકો અને કેમેન દ્વીપ સમૂહમાં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here