પ્રાંતિજ : બોરિયા સિતવાડા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

0
21
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બોરિયા સિતવાડા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા શાળામાં અભ્યાસ કરતાં ૨૩૪ તમામે તમામ બાળકો એ સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લીધો હતો.
 
વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લઇને વાલીઓ પ્રેક્ષકો ના દિલ જીતી લીધા.
શાળા ના ૨૪૩ વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લીધો.
એક વિકલાંગ બાળકે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ લીધો.
વાલીઓ મહેમાનો પ્રેક્ષકો ગ્રામજનો એ કાર્યક્રમ ને નિહાળ્યો.
વિઝન
પ્રાંતિજના બોરિયા સિતવાડા ખાતે આવેલ આર્દશ પ્રાથમિક શાળા ખાતે શાળા પરિવાર દ્વારા શાળાના બાળકોમા રહેલ શક્તિઓને ઉજાગર કરવાના હેતુથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા ૨૩૪ વિધાર્થીઓ કે જેમાં એક વિકલાંગ વિધાર્થીએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વિઝન
શાળાના બાળકોએ રેબનવાળા ચશ્માં, ગરબો, નાટક, પ્રાર્થના, દેશભકિત થીમ સહિતના વિવિધ ૩૨ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લઇને બહારથી આવનાર મહેમાનો તથા વાલીઓના ગ્રામજનો તથા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. તો શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો બાળકોએ પણ સુંદર પર્ફોર્મન્સ કરતા ગામમાંથી લોકોના ટોળા ઉમટી પડયા હતાં અને શાળાનું મેદાન પણ નાનું પડયું હતું તો આવેલ વાલોઓ મહેમાનો પ્રેક્ષકો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં તો શાળાના આચાર્ય ધવલભાઇ સુથાર, ભરતભાઇ પટેલ, સંદિપ ભાઇ, દિપીકાબેન, સોનલબેન, વૈશાલીબેન, મંજુલાબેન, દશરથભાઇ, અશોકભાઇ સહિત શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું એલાઉન્સમેન્ટ શાળાના આચાર્ય ધવલભાઇ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here