IPL 2020 : મોંઘા-રીઝનેબલ બોલર : કમિન્સની 1 વિકેટ 1.3 કરોડની : મુરુગન-ગોપાલ સૌથી ઇકોનોમી રહ્યા, 2 લાખની પડી 1 વિકેટ.

0
10

IPLની 13મી સીઝન સમાપ્ત થઈ ચૂકી છે. ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને 5મી વખત અવૉર્ડ જીત્યો છે. આ સીઝનની કુલ 60 મેચમાં 78 બોલર્સે 668 વિકેટ લીધી. 20 બોલર્સ તેમનું ખાતું પણ ખોલી શક્યા નથી. સીઝનમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ સૌથી મોંઘો બોલર રહ્યો, જેને કોલકાતા નાઈટ રાઈડર્સે હરાજીમાં સૌથી મોંઘી કિંમત 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

જોકે ટીમને તે મોંઘો પડ્યો. કમિન્સે 14 મેચમાં 12 વિકેટ લીધી. વચ્ચે ટૂર્નામેન્ટમાં એક સમય એવો પણ હતો, જ્યારે તેણે સતત 4 મેચમાં કોઈ વિકેટ મળી ન હતી. આ લિસ્ટમાં બીજા નંબરે સુનીલ નરેનનું નામ છે. તેણે KKRએ રિટેન કર્યો હતો, જેની કિંમત 12.50 કરોડ રૂપિયા રહી. તે 10 મેચમાં માત્ર 5 જ વિકેટ લઈ શક્યો હતો. ટીમને તેની એક વિકેટ કમિન્સથી પણ મોંઘી, એટલે કે 2.50 કરોડ રૂપિયાની પડી.

મુરુગન, ગોપાલ અને અર્શદીપ સૌથી સસ્તા

સીઝનમાં કેટલાક બોલર્સ એવા પણ હતા, જેમને ફ્રેન્ચાઈઝીએ ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદ્યા, જે મોંઘા પ્લેયર્સની સરખામણીમાં ઘણા સસ્તા રહ્યા. એમાં કિંગ્સ ઈલેવન પંજાબના મુરુગન અશ્વિન અને અર્શદીપ સિંહ સિવાય રાજસ્થાન રોયલ્સના શ્રેયસ ગોપાલ સામેલ છે.

દિલ્હી માટે ટ્રમ્પ કાર્ડ રહ્યા નોર્તજે

અનરિચ નોર્તજેને હરાજીમાં કોઈએ પણ ખરીદ્યા ન હતા. એ પછી દિલ્હી કેપિટલ્સે તેને બેઝ પ્રાઈઝમાં જ ટીમમાં સામેલ કર્યા. મેનેજમેન્ટનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો અને નોર્તજે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો. તેણે 16 મેચમાં 22 વિકેટ લઈને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. નોર્તજે IPLના ઈતિહાસનો પ્રથમ અને બીજો સૌથી ઝડપી બોલ ફેંક્યો, જેની ગતિ 156.22 અને 155.21 રહી.

યુવા ટી. નટરાજને બધાને ચોંકાવ્યા

યોર્કર સ્પેશિયાલિસ્ટ ટી. નટરાજનને IPLની શોધ કહી શકાય. લીગમાં તેની આ બીજી સીઝન રહી. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ સીઝનમાં 16 મેચ રમી, જેમાં 16 વિકેટ લઈને પ્લે-ઓફફ સુધી પહોંચાડી.

ઓલરાઉન્ડર સ્ટોક્સે 8 મેચમાં માત્ર 2 વિકેટ લીધી

ઓલરાઉન્ડરમાં ફેન્સની નજર સૌથી વધુ ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા બેન સ્ટોકસ અને ઓસ્ટ્રેલિયાઈ હરફનમૌલા ગ્લેન મેક્સવેલ પર હતી. જોકે આ બંને ટીમ માટે સૌથી મોંઘા સાબિત થયા. પિતાને કેન્સર થવાના કારણે સ્ટોક્સે ટૂર્નામેન્ટમાં અડધેથી ટીમને જોઈન કરી હતી. તેણે 8 મેચમાં માત્ર 2 વિકેટ જ લીધી. આ રીતે ટીમને તેની વિકેટ 6.25 કરોડ રૂપિયાની પડી.

13 મેચમાં એકપણ સિક્સ ન મારી શક્યો મેક્સવેલ

સૌથી ચિંતાજનક વાત કિંગ્સ ઈલેવન પંજાબ માટે રહી. તેણે 10.75 કરોડ રૂપિયાના ખર્ચે ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને ખરીદ્યો હતો, જોકે તેણે 13 મેચમાં માત્ર 108 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી. ચોંકાવનારી વાત એ છે કે તે એકપણ સિક્સ લગાવી શક્યો ન હતો. ફ્રેન્ચાઈઝને તેની એક વિકેટ 3.58 કરોડ અને એક રન 9.95 લાખ રૂપિયાનો પડ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here