કમિન્સે બર્ન્સને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ સફળતા અપાવી, ઇંગ્લેન્ડ 20/1

0
21

સ્પોર્ટ્સ ડેસ્ક: એશિઝની પ્રથમ ટેસ્ટના છેલ્લા દિવસે 398 રનનો પીછો ઇંગ્લેન્ડે 11 ઓવરના 1 વિકેટ ગુમાવી 20 રન કર્યા છે. જો રૂટ 0 રને અને જેસન રોય 9 રને રમી રહ્યા છે. રોરી બર્ન્સ પેટ કમિન્સની બોલિંગમાં પોઇન્ટ પર નેથન લાયનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 33 બોલમાં 11 રન કર્યા હતા.

ઇંગ્લેન્ડને 398 રનનો લક્ષ્યાંક

ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ અને મેથ્યુ વેડની સદી થકી ઇંગ્લેન્ડને 398 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સ્મિથે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા બીજી ઇનિંગ્સમાં પણ સદી મારી હતી. તેણે 207 બોલમાં 14 ચોક્કાની મદદથી 142 રન કર્યા હતા. જયારે તેની જેમ જ કમબેક કરી રહેલા વેડે પણ 143 બોલમાં 17 ચોક્કાની મદદથી 110 રનની ઇનિંગ્સ રમી હતી.

ઓસ્ટ્રેલિયા માટે દિવસની શરૂઆતમાં સ્મિથ સાથે સારું યોગદાન આપતા ટ્રેવિસ હેડે 51 રન કર્યા હતા. જયારે કેપ્ટન ટિમ પેને 34 રનનું યોગદાન આપ્યું હતું. જેમ્સ પેટિન્સન અને પેટ કમિન્સે આઠમી વિકેટ માટે 78 રન જોડ્યા હતા. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 3 વિકેટ અને મોઇન અલીએ 2 વિકેટ લીધી હતી.

રોરી બર્ન્સ ટેસ્ટમાં પાંચેય દિવસ બેટિંગ કરનાર 10મોં બેટ્સમેન બન્યો: ઇંગ્લિશ ઓપનર રોરી બર્ન્સ સોમવારે ટેસ્ટ મેચના પાંચેય દિવસ બેટિંગ કરનાર દસમો ખેલાડી બનશે. તેની પહેલા 9 બેટ્સમેન આ જૂજ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે.

પાંચેય દિવસ બેટિંગ કરનાર બેટ્સમેન:

  • જયસિમ્હા vs ઓસ્ટ્રેલિયા, 1960
  • બોયકોટ vs ઓસ્ટ્રેલિયા, 1977
  • કે હુજીસ vs વિન્ડીઝ, 1980
  • લેમ્બ vs વિન્ડીઝ, 1984
  • રવિ શાસ્ત્રી vs ઇંગ્લેન્ડ, 1984
  • એ ગ્રિફિથ vs કિવિઝ, 1999
  • ફ્લિન્ટોફ vs ઇન્ડિયા, 2006
  • એ પીટરસન vs કિવિઝ, 2012
  • પુજારા vs શ્રીલંકા, 2017